સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 19 આવતા મહિનાથી ટીવી અને જિયો હોટસ્ટાર પર રિલીઝ થવા માટે તૈયાર છે. શોની પ્રીમિયર તારીખ ભલે જાહેર ન થઈ હોય પરંતુ સામે આવેલી અપડેટને જોતા એવું લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં શો શરૂ થશે અનેે ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે. ગઈકાલે એક અપડેટ આવ્યું કે સલમાન ખાને બિગ બોસ 19 માટે પ્રોમો શૂટ કર્યો છે. હવે એક અપડેટ આવ્યું છે કે આ વખતે શોમાં 'બિગ બોસ ચાહતે હૈં' ડાયલોગ સાંભળવામાં આવશે નહીં. સાથે જ બિગ બોસ 19માં 5 નવા ફેરફારો જોવા મળશે. 


બિગ બોસમાં આવશે આ 5 ફેરફાર!

1. બિગ બોસના હાલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે બિગ બોસ 19ના ફોર્મેટમાં મોટો ફેરફાર થશે. દરેક સીઝનની જેમ આ સીઝનમાં 'બિગ બોસ ચાહતે હૈં' સાંભળવામાં આવશે નહીં. તેના બદલે 'બિગ બોસ જાનના ચાહતે હૈં' સંભળાશે. 

2. સલમાન ખાનના શોમાં આવનારા સ્પર્ધકોને ઘરકામમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે. આનો અર્થ એ છે કે ઘર ચલાવવાની જવાબદારી સંપૂર્ણપણે સ્પર્ધકો પર રહેશે. રાશન નક્કી કરવાથી લઈને કોણ શું કામ કરશે તે બધું સ્પર્ધકો દ્વારા નક્કી કરવામાં આવશે. આમાં બિગ બોસ તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.

3. બિગ બોસની દરેક સીઝનની થીમ દર વખતે અલગ હોય છે. નવી સીઝનમાં નિર્માતાઓ બે થીમ સાથે પાછા ફરી રહ્યા છે. આ થોડું વિચિત્ર લાગે છે પણ ખૂબ જ મજેદાર બનવાનું છે. બિગ બોસ 19ની પહેલી થીમ રાજકીય હશે અને બીજી થીમ રિબાઉન્ડ હશે.

4. બિગ બોસમાં નવું અપડેટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે બિગ બોસ 19માં બે થીમ હશે અને તે મુજબ સેલેબ્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ફક્ત તે સેલેબ્સને જ શોમાં આમંત્રિત કરવામાં આવશે જેમના નામ દેશના મુખ્ય મુદ્દાઓ સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના વિવાદને કારણે અપૂર્વ મુખીજાનો સંપર્ક કરવામાં આવ્યો છે.

5. બિગ બોસ 19 આ વખતે આ ત્રણ મહિનાને બદલે પાંચ મહિના ચાલશે. શોમાં ફક્ત સલમાન ખાન જ નહીં પરંતુ બે વધુ હોસ્ટ પણ જોવા મળશે.  આ માટે કરણ જોહર, ફરાહ ખાન અને અનિલ કપૂરના નામ આવી રહ્યા છે. 


  • Follow us on: