અભિનેત્રી શિલ્પા શિરોડકરે બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. શિલ્પા શિરોડકરનું લવ સ્ટોરી ખૂબ જ ખાસ હતી અને તેની ઘણીવાર ચર્ચાઓ જોવા મળે છે. તેનું કારણ એ છે કે, અભિનેત્રીનું નામ એક સમયે ક્રિકેટર સચિન તેંડુલકર સાથે જોડાયું હતું અને બંનેના અફેરની ચર્ચાઓ પણ તેજ બની હતી. શિલ્પાએ એક ઈન્ટરવ્યુંમાં આ અંગે ખુલાસો કર્યો છે તે સચિન તેંડુલકરને ફિલ્મ 'હમ' દરમિયાન મળી હતી.
શું શિલ્પા શિરોડકરે સચિન તેંડુલકરને ડેટ કરતી ?
શિલ્પાએ કહ્યું હતું કે, 'જ્યારે હું 'હમ' કરી રહી હતી ત્યારે હું પહેલી વાર સચિન તેંડુલકરને મળી હતી. કારણ કે મારો પિતરાઈ ભાઈ સચિન જ્યાં રહેતો હતો ત્યાં રહેતો હતો. સચિન અને મારો પિતરાઈ ભાઈ બાંદ્રા ઈસ્ટમાં સાથે ક્રિકેટ રમતા હતા. તેથી હું સચિનને આ રીતે મળી અને તે સમયે સચિન અંજલિ સાથે રિલેશનશિપમાં હતો. કોઈને આ વિશે ખબર નહોતી. અમે બધું જાણતા હતા કારણ કે અમે મિત્રો હતા. એક અભિનેત્રી એક ક્રિકેટરને મળી રહી છે અને તે પણ સચિન તેંડુલકર. તેથી લોકો માટે આ બધું કહેવું સરળ છે.'
સચિન તેંડુલકરે પણ આપી હતી પ્રતિક્રિયા
સચિન તેંડુલકરે પણ એક ઈન્ટરવ્યુમાં આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. સચિનને પૂછવામાં આવ્યું કે તેણે પોતાના વિશે અત્યાર સુધી સાંભળેલી સૌથી મૂર્ખતાપૂર્ણ વાત કઈ છે? આના જવાબમાં સચિને જવાબ આપ્યો કે, 'શિલ્પા અને મારું અફેર હતું જ્યારે અમે બંને એકબીજાને સારી રીતે ઓળખતા પણ નહોતા.'
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે 24મે 1995 ના રોજ અંજલિ તેંડુલકર સાથે લગ્ન કર્યા હતા. અંજલિ સચિન કરતા 6 વર્ષ મોટી છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ અર્જુન છે. શિલ્પા પણ પરિણીત છે. તેણીએ અપ્રેશ રણજીત સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી છે.