બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા અને વીર પહાડિયાનું અફેર હોવાની ચર્ચામાં છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે ત્યાર બાદ ફેન્સ તેમનું અનુમાન લગાવી રહ્યા છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તારા અને વીર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા અને તેમના અફેરની ચર્ચાઓને વેગ મળ્યો છે. હવે અભિનેત્રી તારાએ ડેટિંગની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.


તારા સુતારિયાએ આપી આ પ્રતિક્રિયા

તારા સુતારિયા એક ઈન્ટરવ્યુમાં વાત કરતી વખતે પ્રતિક્રિયા આપી છે. તમામ ફેન્સના પ્રેમ પર અભિનેત્રીએ કહ્યું હતું કે, 'તે ખૂબ જ સુંદર છે અને તેને ઓનલાઈન જોઈને અને વાંચીને ખૂબ આનંદ થાય છે, જોકે, જ્યારે તેણીને વીર પહાડિયા સાથે ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું અને શું તેમાં સત્ય છે ત્યારે તારાએ તેનો ઇનકાર કે સ્વીકાર કર્યો નહીં. મને માફ કરશો, હું આ સમયે આ વિશે વાત કરી શકીશ નહીં.'

તારા અને વીરના અફેરની ચર્ચા તેજ!

તમને જણાવી દઈએ કે 21 જુલાઈના રોજ તારાએ સિંગરે એપી ઢિલ્લોન સાથેના તેના મ્યુઝિક વીડિયો 'થોડી સી દારૂ' ના ફોટા શેર કર્યા હતા. ત્યારબાદ વીર પહાડિયાએ આ ફોટા પર કોમેન્ટ કરી 'માય' લખ્યું અને રેડ ઈમોજી શેર કર્યું ત્યાર બાદ તારાએ 'માઇન' લખીને જવાબ આપ્યો. ફેન્સ તરત જ સમજી ગયા હતા કે, બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. સાથે જ ગુરુવારે તારા અને વીર મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમના ડેટિંગ અંગે અટકળો તેજ થઈ હતી. બંને એક કારમાં એરપોર્ટ પહોંચ્યા જ્યાં વીર પહેલા કારમાંથી ઉતર્યો અને તારાનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. બંનેએ મેચિંગ વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા.


  • Follow us on: