તારા સુતારિયા અને વીર પહારિયાના સબંધોની ચર્ચાઓ તેજ છે કારણ કે સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજા પર કમેન્ટ કરી હતી. ત્યાર બાદથી બંનેના પ્રેમ સંબંધના સમાચારો ચોતરફ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તારા સુતારિયા અને વીર પહારિયાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો છે. હવે બંને સંબંધોની પુષ્ટિ બાદ ફરી એકવાર સાથે જોવા મળતા અફેર હોવાની ચર્ચાઓ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
તારા-વીરનો વીડિયો વાયરલ
તારા સુતારિયા અને વીર પહાડિયાનો એક વીડિયો સામે આવ્યો છે. બંને એકસાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે કે ખરેખર આ બંને વચ્ચે કંઈક લાગી રહ્યું છે. આ વીડિયોમાં બંને એક જ કારમાં એરપોર્ટ આવતા જોઈ શકાય છે. એટલું જ નહીં, તારા સુતારિયા અને વીર પહાડિયાએ મેચિંગ આઉટફિટ પહેર્યા છે. પહેલા વીર કારમાંથી બહાર નીકળે છે અને પછી તે તારા માટે દરવાજો ખોલે છે અને તેને નીચે ઉતરવા માટે હાથ પણ આપે છે.
વીર પહાડિયાએ રાખ્યું કથિત ગર્લફ્રેન્ડનું ધ્યાન
આ વીડિયોમાં વીર પહાડિયા એક પરફેક્ટ બોયફ્રેન્ડની ફરજ બજાવતો જોવા મળે છે. ત્યાર બાદ બંને એરપોર્ટમાં પ્રવેશવા માટે આગળ વધે છે અને પછી તેમનો રોમાંસ જોવા મળે છે. તારા આગળ ચાલે છે અને વીર તેની પાછળ આવે છે. બંને સાથે ચાલવાનું શરૂ કરે છે અને વીર તેની કથિત ગર્લફ્રેન્ડની સંભાળ રાખતો જોવા મળે છે. બંને એકબીજાને ટેકો આપતા પ્રેમથી ચાલતા જોવા મળે છે. તેમની આ હરકતનો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
તારા સુતારિયા અને વીર પહાડિયાનો વીડિયો સામે આવતા જ લોકો સતત પ્રતિક્રિયા આપવા લાગ્યા છે અને કહી રહ્યા છે કે, 'હું તારા માટે ખુશ છું તે શ્રેષ્ઠને પાત્ર છે. તો અન્ય એ કહ્યું કે, જ્યારથી તારા બોલીવુડમાં આવી છે ત્યારથી તે અભિનય અને સારી ફિલ્મોમાં ભૂમિકાઓ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તે બોયફ્રેન્ડ બનાવવા અને બ્રેકઅપ કરવામાં વ્યસ્ત છે. તે જ સમયે, મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ વીર પહારિયા અને તેના ભાઈ શિખર પહારિયામાંથી કોણ છે એ અંગે પણ મૂંઝવણમાં મુકાયા છે.