બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનથી હંગામો મચાવ્યો છે. તેણીએ આરોપ લગાવ્યો છે કે 2018માં #MeToo ચળવળ હેઠળ નાના પાટેકર પર આરોપ લગાવ્યા બાદ તેણીને સતત હેરાન કરવામાં આવી રહી છે. તેણીએ એવો પણ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત સાથે જે બન્યું હતું તે જ તેની સાથે પણ થઈ રહ્યું છે.


તનુશ્રીનો ભાવનાત્મક વીડિયો

અગાઉ તનુશ્રીએ એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે રડી રહી હતી અને લોકો પાસેથી મદદ માંગી રહી હતી. તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. હવે એકઇન્ટરવ્યુમાં તનુશ્રીએ તેના આરોપો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અભિનેત્રીએ કહ્યું હતું કે 'તે જ્યાં પણ જાય છે તેને એવું લાગે છે કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તેના ઘણા પ્રોજેક્ટ બળજબરીથી છીનવી લેવામાં આવ્યા છે. તેને માનસિક રીતે તોડવા અને દરેક બાજુથી ડરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.' તેણીએ આગળ કહ્યું કે તેના ઘરમાં વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા છે અને તેણીને ડર છે કે હેલ્પર્સ તેના ભોજનમાં કંઈક ભેળવી શકે છે. તનુશ્રી કહે છે કે તેને ઝેર આપીને મારી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે થયું એવુ મારી સાથે....

તનુશ્રીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'જે રીતે સુશાંત સાથે થયું તેવી જ રીતે મારી સાથે પણ કરવામાં આવી રહ્યું છે'. દાવો કર્યો હતો કે હોટલમાં તેને ધમકાવવામાં આવી હતી, દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા અને તેને માનસિક રીતે તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. અભિનેત્રી તનુશ્રી દત્તાએ 2018 માં ભારતમાં #MeToo ચળવળ શરૂ કરી હતી જ્યારે તેણીએ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર અભિનેતા નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે પાટેકરે એક ગીતના સિક્વન્સ દરમિયાન અનિચ્છનીય પ્રયાસો કર્યા હતા. હવે તનુશ્રી દત્તાના આ આરોપો બાદ બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા ફેન્સ તેના સમર્થનમાં આવી રહ્યા છે અને આ મામલાની તપાસની માંગ કરી રહ્યા છે.


  • Follow us on: