પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં ઘણી ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે, જેમાં તેની ક્વોન્ટિકો અને સિટડેલ સૌથી પોપ્યુલર છે. ક્વોન્ટિકોમાં એક્ટ્રેસે એલેક્સ પેરિશ (FBI એજન્ટ)નું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. હવે એન્જેલિના સાથે કામ કરવાને લઈને પણ પ્રિયંકા ખૂબ એક્સાઇટેડ છે.


એન્જેલિના જોલી સાથે જોવા મળશે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ ફોર્ચ્યુન ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં એન્જેલિના સાથે પોતાના આવનારા પ્રોજેક્ટ પર મહોર લગાવી છે. એક્ટ્રેસે કન્ફર્મ કર્યું કે તેઓ ટૂંક સમયમાં જ હોલીવુડ A-લિસ્ટેડ સ્ટાર એન્જેલિના જોલી સાથે મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો કે, તેમનો આ પ્રોજેક્ટ શું છે આને લઈને પ્રિયંકાએ વધુ ડિટેલ્સ નથી આપી. એવામાં પ્રશંસકો પણ અંદાજ લગાવી રહ્યા છે કે, બંને આખરે કયા પ્રોજેક્ટ પર કામ કરવાની છે. શું તે કોઈ ફિલ્મ છે, કે કોઈ કેમ્પેઈન કે પછી બીજું કંઈક. આ દરમિયાન તેણે એન્જેલિના જોલીના જોરદાર વખાણ પણ કર્યા અને તેને ઇન્સપિરેશનલ ગણાવ્યા. એક્ટ્રેસે કહ્યું કે એન્જેલિના પાસેથી ઘણું બધું શીખવા મળે છે અને તે તેને આગળ વધવાની પ્રેરણા આપે છે. આ સિવાય પ્રિયંકાએ પેનેલોપે ક્રૂઝ અને સલમા હાયેકના પણ વખાણ કર્યા.

વારાણસીથી બોલીવુડમાં કમબેક કરી રહી છે એક્ટ્રેસ

પ્રિયંકા ચોપરા બોલીવુડમાં પણ વાપસી કરી રહી છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીમાં જોવા મળવાની છે. આ અત્યાર સુધીની સૌથી એક્સપેન્સિવ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. અહેવાલો મુજબ ફિલ્મનું બજેટ જ 1,200-1,400 કરોડ રૂપિયા છે. આ ફિલ્મનું શૂટિંગ જોર્જિયા, એન્ટાર્કટિકા, આફ્રિકા અને હૈદરાબાદ જેવી જગ્યાઓ પર કરવામાં આવી રહ્યું છે.


આ ફિલ્મ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું- અમે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, તે ખૂબ જ મોટો અને મહત્વાકાંક્ષી છે. આટલા મોટા લેવલનું કામ લાંબા સમયથી જોવા મળ્યું નથી. હું પોતાને ખૂબ ભાગ્યશાળી અને ઉત્સાહિત અનુભવી રહી છું. આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ પૂરી દુનિયા માટે ખાસ છે, કારણ કે ફિલ્મ ગ્લોબલ સ્તર પર રિલીઝ થશે અને લોકો પાછલા ત્રણ વર્ષથી અમારી મહેનતને જોઈ શકશે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2027 માં 7 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે.

આ પણ વાંચો-Parastoo Ahmadi : હિજાબ વગર પર્ફોર્મ કરવા બદલ ઈરાની ગાયિકાને 74 કોરડાની સજા, વૈશ્વિક સ્તરે ફેલાયો આક્રોશ

  • Follow us on: