સલમાન ખાનના બિગ બોસ 19 શોને લઈને તેના ફેન્સ ઘણા આતુર છે. 24 ઓગસ્ટના રોજ બિગ બોસ 19ના પ્રીમિયરને લઈને ટીમ દ્વારા જોરદાર તૈયારીઓ થઈ રહી છે. પરંતુ હાલમાં સલમાનના બિગ બોસ 19 શો પર વરસાદનું ગ્રહણ જોવા મળ્યું છે. મુંબઈમાં અત્યારે વરસાદી તબાહીનું તાંડવ જોવા મળ્યું છે. ત્યારે આર્થિક રાજધાની કહેવાતી મુંબઈમાં જાણે દરિયો શહેરમાં આવી ગયો હોય તેવા સામે આવેલા દ્રશ્યો શહેરનો ચિતાર બતાવે છે. 


મુંબઈના વરસાદની બિગબોસને અસર

મુંબઈમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં વરસાદી તાંડવના કારણે બિગ બોસ હાઉસમાં આજે 19 ઓગસ્ટના રોજ મીડિયા ટૂરનો પ્લાન હતો તે કેન્સલ થયો છે. એટલે કે આજે દિલ્હી અને મુંબઈના પત્રકારોને બિગ બોસમાં આમંત્રણ અપાયું હતું. આ બાબતે ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે દિલ્હીથી આવેલા પત્રકારોને સમયસર આ સ્થિતિને જાણ કરી પાછા મોકલી દીધા છે. જ્યારે જે પત્રકારો પહેલા જ મુંબઈ આવી ગયા છે તેમને પણ સુરક્ષિત સ્થાન પર મોકલવામાં આવ્યા છે.

મીડિયા ટૂર ઇવેન્ટ કેન્સલ 

બિગ બોસ હાઉસમાં પત્રકારો માટેની મીડિયા ટૂર ઇવેન્ટ કેન્સલ થઈ છે અને પરિસ્થિતિ અનુસાર આ અંગે નિર્ણય લેવાશે. અમે મીડિયાકર્મી અને પત્રકારોને અસવુવિધા બદલ માફી માગીએ છીએ તેવું બિગ બોસ ટીમ દ્વારા કહેવામાં આવ્યું. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બિગ બોસ 19 શૂંટિગ ચાલુ છે જો કે કલાકારો બહુ મહેનત કરીને ફિલ્મ સિટીમાં શૂંટિગ માટે પહોંચી રહ્યા છે. આ સ્થાન પર ખાસુ પાણી ભરાયું છે અને તેના કારણે જ પત્રકારોને મુશ્કેલીના પડે માટે મીડિયા ટૂર કેન્સલ કરવામાં આવી.

  • Follow us on: