રાજા શિવાજીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી રિતેશ દેશમુખની રાજા શિવાજી જ કરી રહી છે. બીજી તરફ માઈકલ અને ભૂત બંગલા પણ પોતાની ગતિએ આગળ વધી રહી છે.


રાજા શિવાજી

Sacnilk મુજબ, રાજા શિવાજીએ મંગળવારે 4.90 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે હિન્દીમાં 1.55 કરોડ અને મરાઠીમાં 3.35 કરોડની કમાણી કરી. આ ફિલ્મને 5485 શો મળ્યા અને 19.4 ટકાની ઓક્યુપન્સી મળી હતી. ફિલ્મનું કુલ કલેક્શન 44.40 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન રિતેશ દેશમુખે કર્યું છે અને તેઓ પોતે જ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં જેનેલિયા દેશમુખ, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન અને સંજય દત્ત જેવા સ્ટાર્સ જોવા મળ્યા છે.

માઈકલ

આ ફિલ્મે મંગળવારે 1.82 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મને 1332 શો મળ્યા અને 11 ટકાની ઓક્યુપન્સી મળી હતી. ફિલ્મનું કુલ કલેક્શન 41.27 કરોડ થઈ ગયું છે. આ પોપ સ્ટાર માઈકલ જેક્સનની બાયોપિક છે, જેને ભારતમાં ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

પેટ્રિયટ

પેટ્રિયટ ફિલ્મે મંગળવારે 1.50 કરોડની કમાણી કરી છે. ફિલ્મને 1825 શો અને 17 ટકાની ઓક્યુપન્સી મળી હતી. ફિલ્મનું કુલ કલેક્શન 24.85 કરોડ થયું છે. આ ફિલ્મમાં મોહનલાલ, મમુટી અને ફહાદ ફાઝિલ જેવા મલયાલમ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો છે.

ભૂત બંગલા

ભૂત બંગલાએ મંગળવારે 2.25 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મને 4397 શો અને 19 ટકાની ઓક્યુપન્સી મળી હતી. ભૂત બંગલાનું કુલ કલેક્શન 146.50 કરોડ થઈ ગયું છે અને ફિલ્મ ટૂંક સમયમાં જ 150 કરોડના ક્લબમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે અને તેનું નિર્માણ પ્રિયદર્શને કર્યું છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં મિથિલા પાલકર, તબુ, વામિકા ગબ્બી, રાજપાલ યાદવ અને પરેશ રાવલ જેવા કલાકારો પણ છે.

આ પણ વાંચો- Thalapathy Vijay : TVK ના વિજય રથને સેલેબ્સનો સપોર્ટ, ટાઈગર શ્રોફ અને નાનીએ સોશિયલ મીડિયા પર આપી ખાસ વધામણી!

  • Follow us on: