બોલીવુડમાં અવારનવાર એવું જોવા મળે છે જ્યારે કોઈ સ્ટાર નાની ઉંમરે મળેલી સફળતાને યોગ્ય રીતે હેન્ડલ શકતો નથી અને આ દરમિયાન કંઈક એવું કરી બેસે છે જેનો તેને પછીથી પસ્તાવો થાય છે. ફૂલ ઔર કાંટે ફિલ્મની એક્ટ્રેસ મધુએ જણાવ્યું હતું કે તે પોતાની બોલીવુડની આ પહેલી જ હિટ ફિલ્મ પછી ઘમંડી થઈ ગઈ હતી. કપૂર પરિવારના એક દિગ્ગજ એક્ટરે તો બ્લોકબસ્ટર ડેબ્યૂ પછી પૈસા આપીને એવોર્ડ ખરીદી લીધો હતો, જેનો તેમને હંમેશા રંજ રહ્યો.
આ એક્ટરે 30 હજારમાં ખરીદ્યો હતો એવોર્ડ
અહીં જે એક્ટરની વાત થઈ રહી છે તેમણે હિન્દી સિનેમાને એકથી ચઢિયાતી એક ફિલ્મો આપી હતી. આ એક્ટર હવે આ દુનિયામાં નથી. તેમનું નામ છે ઋષિ કપૂર. રાજ કપૂરના દીકરા ઋષિ કપૂરે વર્ષ 1973માં માત્ર 21 વર્ષની ઉંમરે બોલીવુડમાં 'બોબી' થી બ્લોકબસ્ટર ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. વર્ષ 1974માં 22 વર્ષની ઉંમરે તેમણે આના માટે ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ ખરીદી લીધો હતો. આનો ઉલ્લેખ તેમણે પોતે પોતાની આત્મકથા ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેન્સર્ડમાં કર્યો હતો.













