90ના દાયકામાં બોલીવુડમાં ઘણી એક્ટ્રેસિસ પોતાની ખાસ ઓળખ બનાવી, જેમાં રંભાનું નામ પણ સામેલ છે. તેણે સાઉથ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેના પછી તેણે બોલીવુડ તરફ પ્રયાણ કર્યું. રંભાએ પોતાના કરિયરમાં ઘણી ચર્ચિત ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેને સૌથી વધુ પોપ્યુલારિટી ફિલ્મ જુડવાથી મળી. આમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી, પરંતુ રંભાએ હવે ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે.
કેનેડામાં રહે છે રંભા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, રંભા હવે ફિલ્મી દુનિયાની લાઇમલાઇટથી દૂર કેનેડામાં રહે છે. તે ગ્લેમરની દુનિયાથી દૂર બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહી છે. જ્યારે રંભાનું કરિયર પીક પર હતું, ત્યારે તેણે બિઝનેસમેન ઇન્દ્ર કુમાર પદ્મનાથન સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ વર્ષ 2010માં તિરુમાલા મંદિરમાં સાત ફેરા લીધા હતા. રંભા ત્રણ બાળકો લાવણ્યા પદ્મનાથન, સાશા પદ્મનાથન અને શિવિન પદ્મનાથનની માતા છે, જેમના ઉછેરમાં એક્ટ્રેસ પોતાનો આખો સમય વિતાવે છે.














