ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદે કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં પહોંચી હતી. આ દરમિયાન વાતચીતમાં એક્ટ્રેસે ભાભીજી ઘર પર હૈના મેકર સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યાના લગભગ એક દાયકા પછી સ્વીકાર્યું કે આ મામલો જૂઠો હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે આ આરોપો એટલા માટે લગાવ્યા હતા કારણ કે તેની પાસે પોતાના કોન્ટ્રેક્ટ સંબંધિત વિવાદને ઉકેલવા માટે અન્ય કોઈ ઓપ્શન નહોતો. શિલ્પાના આ ખુલાસાએ દરેકને શૉક્ડ કરી દીધા છે. તેને હવે આના માટે ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ હીના ખાને પણ હવે શિલ્પા શિંદેના આ જૂઠા કેસને લઈને સખત નિંદા કરી છે.


શિલ્પા શિંદેના ખુલાસા પર હીના ખાને કર્યું રિએક્ટ

હીના ખાને શિલ્પા શિંદેના આ ખુલાસા પર પોતાનું રિએક્શન આપતા પોતાના એક્સ એકાઉન્ટ પર એક સ્ટેટમેન્ટ પોસ્ટ કર્યું છે. તેણે લખ્યું, હું સામાન્ય રીતે કોઈના વિશે વાત નથી કરતી, હું ક્યારેય કોઈની પર્સનલ બાબતો પર કમેન્ટ કે રિએક્શન નથી આપતી, હું માત્ર ત્યારે જ બોલું છું જ્યારે વાત કોઈ સેન્સિટિવ મુદ્દાની હોય, કોઈ એવો મુદ્દો જે આપણને બધાને, ખાસ કરીને મહિલાઓને, સોસાયટીના રૂપમાં ઈફેક્ટ કરતો હોય. એક પબ્લિક ફિગર હોવાના નાતે અને બોલવાનો અધિકાર હોવાને કારણે, મારે મારી ફરજ નિભાવવી જોઈએ.

હું શૉક્ડ છું: હીના ખાન

હીનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, હા, કોઈ વિવાદમાં જીત મેળવવા માટે કોઈની ઈમેજને નુકસાન પહોંચાડવા માટે પોતાના સ્ત્રીત્વનો ઉપયોગ કરવો તદ્દન શરમજનક છે. અને દરેક વ્યક્તિ આનો વિરોધ કરવામાં અને ન્યાયની માંગ કરવામાં બિલકુલ સાચી છે. હું શૉક્ડ છું. પરંતુ હું અહીં અસલી વિક્ટિમ વિશે વાત કરવા માંગુ છું. એક રિસ્પેક્ટેડ મેન જેમની પત્ની, પુત્રી અને પરિવારમાં અન્ય ઘણી મહિલાઓ છે... અસંખ્ય આઇકોનિક શો સાથેના એક હાર્ડ વર્કિંગ પ્રોડ્યુસર, જેમણે આવી યાતના સહન કરી. જેમ કે ફીમેલ એક્ટરે સ્વીકાર્યું છે, તેના આરોપો માત્ર બેઝલેસ નહોતા, પરંતુ તેનો ઉપયોગ કાયદાનો સહારો લીધા વિના લાભ મેળવવા, જીતવા, પોતાનો દાવો કરવા અને સમાધાન કરવા માટે કરવામાં આવ્યો હતો.


તેણે આગળ કહ્યું, અને આ બધું થયા પછી પણ, એ જ મેકર તે જ વ્યક્તિને એ જ શો આપી દે છે. વધુ એક લોન્ચપેડ, વધુ એક માઉથપીસ, વધુ એક રેલિવન્સ, સેક્સ્યુઅલ અસોલ્ટના તેના જૂઠા દાવાને વેલિડિટી આપવાની વધુ એક તક... જો એક્ટ્રેસ આનું પુનરાવર્તન કરશે તો શું થશે? આખરે, અભિનેત્રીને એ જ શો તે જ વ્યક્તિએ આપ્યો છે જેના પર તેણે જૂઠો આરોપ લગાવ્યો હતો. હું શૉક્ડ છું. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, આપણા પર જોક છે.

શિલ્પાએ 2016માં શોના મેકર પર લગાવ્યા હતા આરોપ

2016માં, જ્યારે શિલ્પાએ પોપ્યુલર સિટકોમ ભાભીજી ઘર પર હૈ છોડ્યો, ત્યારે તેણે મેકર્સ પર ઉત્પીડન, બાકી ચૂકવણી ન કરવા અને કામનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. મામલો સમાધાન પર ખતમ થયો હતો. તેણે કહ્યું કે તેના મિત્રોએ તેને ચેતવણી આપી હતી અને પૂછ્યું હતું કે શું તેને ખબર છે કે તેણે શું કર્યું છે. જો કે, શિલ્પાએ તેમને સમજાવ્યું કે તેની પાસે કોઈ અન્ય ઓપ્શન નહોતો, કારણ કે શો છોડ્યા પછી પણ તેની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. 2025 માં, શિલ્પા ભાભીજી ઘર પર હૈમાં પાછી ફરી! તેણે જણાવ્યું કે તે શોના લેખકના કારણે પાછી આવી અને આગળ કહ્યું કે હવે તેના આખી ટીમ સાથે સારા સંબંધો છે.

આ પણ વાંચો-Indiaની સૌથી અમીર એક્ટ્રેસ, જેણે એક અજાણ્યા ડરના કારણે વર્ષો સુધી છુપાવી રાખી હતી પોતાના લગ્નની વાત!

  • Follow us on: