બિઝનેસમેન લલિત મોદી સાથે સુષ્મિતા સેનનો સંબંધ ઘણો ચર્ચામાં રહ્યો છે.એકવાર ફરી લલિત મોદી અને સુષ્મિતા સેનનું નામ ચર્ચામાં છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ સુષ્મિતા સેનના ગોલ્ડ ડિગર વાળા ટેગને ખોટો ગણાવતા કહ્યું છે કે હું તેના ખર્ચા પર નભતો હતો.
ચર્ચામાં આવ્યા સુષ્મિતા સેન અને લલિત મોદી
સુષ્મિતા સેન બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. પ્રોફેશનલ લાઇફની સાથે-સાથે એક્ટ્રેસની પર્સનલ લાઇફ પણ ખૂબ ચર્ચામાં રહી છે. એક સમય હતો જ્યારે તે લલિત મોદીને ડેટ કરી રહી હતી અને લોકોએ તેને ગોલ્ડ ડિગર સુધીનો ટેગ આપી દીધો હતો.
કેમ થયું હતું સુષ્મિતા સાથે બ્રેકઅપ?
હવે લલિત મોદીએ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઇન્ટરવ્યુમાં સુષ્મિતા સેન વિશે વાતો કરી છે. લલિત મોદીએ કહ્યું કે સુષ્મિતા સેન મારા માટે ખૂબ જ ખાસ રહી છે. તેણે મને ઘણી મદદ કરી છે. બસ અમારી વચ્ચે અંતર વધારે હતું. તે ભારતમાં રહેતી હતી અને હું લંડનમાં હતો.
સુષ્મિતાની ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ પર કરી વાત
બિઝનેસમેને આગળ કહ્યું કે તે આજે પણ મારા માટે ખૂબ જ ખાસ છે અને હું તેને શુભેચ્છાઓ પણ આપું છું. લલિત મોદીએ સુષ્મિતાની ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ વિશે વાત કરતા જણાવ્યું કે તેની પાસે હીરાના સ્ટોર્સ હતા, જે તેણે જાતે જ કમાયા હતા.
'ગોલ્ડ ડિગર' ટેગને ગણાવ્યો ખોટો
લલિત મોદીએ આગળ કહ્યું કે લોકોએ તેને 'ગોલ્ડ ડિગર' નો ટેગ ખોટો આપ્યો છે, કારણ કે જ્યારે પણ અમે ક્યારેય બહાર ડિનર કે લંચ પર ગયા તો તેણે જ હંમેશા બિલ ચૂકવ્યા હતા. અહીં સુધી કે હું સુષ્મિતા સેનના ખર્ચા પર નભતો (નિર્ભર) હતો.
સુષ્મિતા સેનને ગણાવી સેલ્ફ મેડ લેડી
સુષ્મિતા સેનનો બચાવ કરતા લલિત મોદીએ આગળ કહ્યું કે સુષ્મિતા સેન એક સેલ્ફ મેડ લેડી છે. તે ક્યારેય પણ કોઈની પાસેથી કંઈપણ નહીં લે. તેણે જે પણ કમાયું છે તે પોતાના દમ પર કમાયું છે. હું તેની ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. લલિત મોદી અને સુષ્મિતા સેનનો સંબંધ 2022માં સામે આવ્યો હતો, જ્યારે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે વેકેશનની તસવીરો શેર કરી હતી. જેના પછી સોશિયલ મીડિયા પર બંનેનો સંબંધ હેડલાઇન્સમાં છવાઈ ગયો હતો.
આ પણ વાંચો-સોનાક્ષી સિંહા, કરીના કપૂર ખાન સહિત આ 7 અભિનેત્રીઓના આંતરધર્મીય લગ્ને મચાવી હતી ભારે ચર્ચા!