બોલીવુડ એક્ટર સલમાન ખાને 'કાલા હિરન: બેટલ ફોર લેગસી' ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો આરોપ છે કે આ ફિલ્મ તેમના વર્ષ 1998ના કાળિયાર શિકારના કેસ પર આધારિત છે. કોર્ટ આ મામલામાં વચગાળાની રોક લગાવવાની અરજી પર ટૂંક સમયમાં સુનાવણી કરશે.


પ્રોમો રિલીઝ થતાં જ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા સલમાન ખાન

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સલમાન ખાને દાવો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓએ તેમના જેવા દેખાતા કલાકારનો ઉપયોગ કર્યો છે. ફિલ્મના પ્રોમોમાં એક એવો શખ્સ દેખાડવામાં આવ્યો છે, જે તેમના જેવો લાગે છે અને જેણે તેમના જેવું બ્રેસલેટ પણ પહેરેલું છે. સલમાન ખાનની અરજી મુજબ, મેકર્સ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે પરવાનગી વગર સલમાન ખાનના નામ અને તેમની ઈમેજનો સહારો લઈ રહ્યા છે, જે તેમના પબ્લિસિટી અને પર્સનાલિટી રાઈટ્સનું સીધું ઉલ્લંઘન છે.

અદાલતી કાર્યવાહી પર પડી શકે છે અસર

સલમાન ખાને પોતાની અરજીમાં જણાવ્યું છે કે ફિલ્મની રિલીઝ તેમની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને પ્રભાવિત કરી શકે છે અને તેમની પબ્લિક ઈમેજને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણ છે કે તેમણે ફિલ્મના પ્રોડક્શન, પ્રમોશન, રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માગ કરી છે.

મેકર્સને લીગલ નોટિસ મોકલી ચૂક્યા છે સલમાન ખાન

પ્રોડ્યુસર અમિત જાનીએ થોડા દિવસો પહેલાં ફિલ્મ 'કાલા હિરન' ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના કાળિયાર શિકારના કેસ પર આધારિત છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં સલમાન હાથમાં બંદૂક તાકીને ઉભેલા જોવા મળ્યા હતા. આ પછી સલમાન ખાને 'કાલા હિરન' ના મેકર્સને નોટિસ મોકલી હતી. તેમાં ફિલ્મના પ્રોડક્શન અને પ્રમોશનને રોકવાની માગ કરવામાં આવી હતી. જો કે, અમિત જાનીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ આ નોટિસનો જવાબ નહીં આપે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેઓ સલમાન ખાનની નોટિસ ફાડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-TMKOC : રિયલ લાઇફમાં કુંવારા નથી તારક મહેતાના પોપટલાલ, પરિવારની વિરુદ્ધ જઈને કર્યા હતા લવ મેરેજ!

  • Follow us on: