બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને ગત રોજ (17 ફેબ્રુઆરી)એ મુંબઇ હોસ્પિટલમાં દાખલ કરાયા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પીઢ લેખત સલીમ ખાનની અચાનક તબિયત બગડતા પરિવારના લોકો સારવાર માટે તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ ગયા. સલમાન ખાન ગઇકાલે મોડી રાત્રે પિતા સલીમ ખાનને જોવા હોસ્પિટલ પહોંચ્યો. દરમિયાન જયારે સલમાન હોસ્પિટલથી પરત ફરતો હતો ત્યારે ખૂબ ભાવુક દેખાયો. ગાડીમાં બેસી આંખો બંધ રાખી સલમાન ખાન બહુ વિચલિત દેખાતો હતો.


સલમાન ખાનના પિતા સલીમ ખાન  ICUમાં

સલમાન ખાન પિતા સલીમ ખાનના હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સામે આવતા બોલીવુડમાં ચિંતાનો માહોલ છવાયો. પરિવારના સભ્યો અને સેલિબ્રિટીઓ સલીમ ખાનના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છે. પત્રકાર વિક્કી લાલવાણીએ સલીમ ખાનની બીમારીનો ખુલાસો કર્યો છે. પત્રકાર વિક્કી લાલવાણીના જણાવ્યા અનુસાર, સલીમ ખાનને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થઈ હતી. સવારે ચક્કર આવતાં તેમના પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દરમિયાન 90 વર્ષીય સલીમ ખાનની સારવાર કરી રહેલા ડૉ. જલીલ પાર્કરે જણાવ્યું હતું કે સલીમ ખાન ICUમાં છે અને સ્થિર છે પરંતુ નિરીક્ષણ હેઠળ છે.

સંજય દત્તે લીધી હોસ્પિટલની મુલાકાત

પીઢ લેખક સલીમ ખાનની હેલ્થ પર ડોક્ટરે જણાવ્યું કે બુધવારે સવારે 11 વાગ્યે એક પ્રેસ બુલેટિન બહાર પાડશે, "સંબંધીઓની સંમતિ અને દર્દીની ગોપનીયતા સંપૂર્ણપણે જાળવવામાં આવશે. સલીમ ખાનને મળવા સલમાન, અલવીરા અને આખો પરિવાર તેમની મુલાકાત માટે આવ્યો હતો. આ ઉપરાંત સંજય દત પણ હોસ્પિટલમાં ગયા હતા. સંજયે હોસ્પિટલની બહાર નીકળ્યા બાદ લોકોને કહ્યું કે સલીમ ખાનની તબિયત હવે પહેલા કરતા થોડી સારી છે. વધુમાં તેમમે કહ્યું કે મને સલીમ ખાન વિશે એક વાત યાદ છે: તેમણે હંમેશા તેમના બાળકોને ટેકો આપ્યો છે અને તેમને સારી સલાહ આપી છે.

સોમી અલીએ લખી ભાવુક પોસ્ટ

સલમાન ખાનની ભૂતપૂર્વ પ્રેમિકા સોમી અલીએ સુપ્રસિદ્ધ પટકથા લેખક સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. સોમી અલીએ પોસ્ટમાં લખ્યું હતું કે, "સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ થયાની વાત સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. દુનિયા માટે, તે એક મહાન લેખક છે. જણાવી દઈએ કે હિન્દી ફિલ્મ જગતના દિગ્ગજ સ્ક્રીનરાઈટર સલીમ ખાનને 17 ફેબ્રુઆરી મંગળવારના રોજ સવારે અચાનક બ્લડ પ્રેશરની તકલીફને કારણે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ તેમની તબિયત બગડતા પરિવારજનો દ્વારા તેમને તરત જ મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • Follow us on: