સલમાન ખાનનું અંગત જીવન સતત ચર્ચામાં રહે છે કારણ કે અભિનેતાએ 59 વર્ષની ઉંમરે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. ત્યારે હવે સલમાન ખાનની હાલની સોશિયલ મીડિયા પોસ્ટે તેમના લગ્નના સમાચારને વેગ આપ્યો છે. અભિનેતાએ તેના જીજાજીના જન્મદિવસ પર એક એવો સંદેશો લખ્યો કે તેનાથી ફેન્સ માને છે કે, સુપરસ્ટારે તેમના લગ્નનો સંકેત આપ્યો છે.
સલમાન ખાને આપ્યો લગ્નનો સંકેત
સલમાન ખાને તેના જીજાજી અને ફિલ્મ નિર્માતા અતુલ અગ્નિહોત્રીના જન્મદિવસના ખાસ પ્રસંગે એક નવી પોસ્ટ શેર કરી છે. તેણે એક ખાસ સંદેશ લખીને શુભેચ્છા પાઠવી હતી. પોસ્ટમાં સલમાને તેના જીજાજી માટે એક સુંદર સંદેશ પણ લખ્યો છે પરંતુ પોસ્ટ સામે આવ્યા બાદ ફેન્સને લાગે છે કે, સુપરસ્ટારે તેના લગ્નનો સંકેત આપી દીધો છે. સલમાન ખાને જીજાજી અતુલ અગ્નિહોત્રી અને બહેન અલવીરા ખાનનો એક ભૂતકાળનો ફોટો શેર કર્યો છે.
સલમાને લખી ખાસ પોસ્ટ
ફોટામાં સલમાનના જીજાજી તેની બહેનના ખભા પર માથું રાખીને આરામથી સૂતા જોવા મળે છે. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે,' જન્મદિવસની શુભેચ્છાઓ અતુલ, મારા BILનો અર્થ મારા જીજાજી'. મારી બહેનની સંભાળ રાખવા બદલ આભાર. 'હું તને પ્રેમ કરું છું. તું શ્રેષ્ઠ પતિ અને પિતા છે. શું તું પહેલા દિવસથી જે માણસને ઓળખું છું તે જ માણસ રહી શકશે? એક દિવસ હું પણ તારા જેવો જ માણસ બનીશ.
સલમાન ક્યારે કરશે લગ્ન?
સલમાનના છેલ્લા શબ્દો જોઈને લોકો મૂંઝવણમાં છે. ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે શું દબંગ ખાન તેના લગ્ન વિશે કોઈ સંકેત આપી રહ્યો છે? હવે ફક્ત સલમાન જ કહી શકે છે કે સત્ય શું છે. તમને જણાવી દઈએ કે સલમાનના લગ્નનો મુદ્દો પહેલા પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. ઘણા ઇન્ટરવ્યુ અને શોમાં તેમને લગ્ન વિશે સવાલો પૂછવામાં આવે છે. પરંતુ સલમાન ક્યારે અને કોની સાથે લગ્ન કરશે? આ સવાલો પર હજુ પણ સસ્પેન્સ છે. સલમાન ખાન છેલ્લે ફિલ્મ 'સિકંદર'માં જોવા મળ્યો હતો. સુપરસ્ટાર ટૂંક સમયમાં 'બેટલ ઓફ ગલવાન'માં જોવા મળશે.