ફિલ્મ છાવામાં તારાબાઈનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી લીધી છે. સંચિતા ઉગલેના અવસાને ઘણા સવાલો ઊભા કરી દીધા છે. માત્ર 30 વર્ષની ઉંમરે સંચિતા ઉગલેનું દુનિયાને અલવિદા કહેવું જ્યાં દરેક વ્યક્તિને પરેશાન કરી રહ્યું છે, તો વળી સંચિતા ઉગલેના અવસાને ઘણા સવાલો પણ ઊભા કર્યા છે. 


2 કલાકમાં એવું શું થયું?

સંચિતા ઉગલેએ 20 કલાક પહેલા એટલે કે પોતાની આત્મહત્યાના આશરે 2 કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને જોયા પછી લોકોના મનમાં ઘણા સવાલો આવી રહ્યા છે કે આખરે 2 કલાકમાં એવું શું બદલાયું કે સંચિતા ઉગલેને મોતને વહાલું કરવું પડ્યું.

આત્મહત્યાના બે કલાક પહેલા શેર કરી પોસ્ટ

આ સિવાય જે પણ આ પોસ્ટને જોઈ રહ્યું છે, તે એ નથી કહી શકતું કે સંચિતા ઉગલેને કોઈ પરેશાની હતી, કારણ કે પોસ્ટમાં તેઓ ખૂબ જ ખિલખિલાટ હસીને ડાન્સ કરી રહ્યા છે અને રીલ શૂટ કરી રહ્યા છે. સંચિતા ઉગલેનું આ રીતે આત્મહત્યા કરવું તમામ સવાલો ઊભા કરી રહ્યું છે. જો કે, અત્યારે આ સવાલોના જવાબ આપવા મુશ્કેલ છે.


પોલીસ કરી રહી છે તપાસ

પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને હવે જોવાનું એ રહેશે કે આખરે પોલીસ આ કેસમાં શું ખુલાસો કરે છે? આ સિવાય હજી સુધી સંચિતા ઉગલેના પરિવારે આના પર કોઈ નિવેદન આપ્યું નથી. પ્રશંસકો અને એક્ટ્રેસના ફેન્સ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ગઈકાલે સાંજે ગળેફાંસો ખાધો

સંચિતા ઉગલેએ રવિવારે સાંજે આશરે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે કથિત રીતે બેડરૂમના સીલિંગ ફેન સાથે સાડીના સહારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંચિતા નાલાસોપારા પૂર્વના આચોલે ગામમાં પોતાના માતા-પિતા અને 15 વર્ષની બહેન સાથે રહેતા હતા. રવિવારે સાંજે ઘરમાં એકલા હોવા દરમિયાન તેમણે કથિત રીતે બેડરૂમના સીલિંગ ફેન સાથે સાડીના સહારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો-Sanchita Ugale : 'આઉટસાઇડર હોવાને કારણે બધું મુશ્કેલ છે', ફિલ્મોમાં લીડ રોલ કરવા માગતી હતી સંચિતા ઉગલે

  • Follow us on: