શેફાલી જરીવાલાના મૃત્યુથી પરાગ ત્યાગી દુઃખી અને આઘાતમાં છે. તેઓ દરરોજ તમની પ્રિય પત્ની જે આ દુનિયામાં નથી તેમની માટે પોસ્ટ કરતા રહે છે. હવે પરાગ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેફાલીના ફોટા અને વીડિયો શેર કરીને સતત પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.


પરાગે શેફાલીનો વીડિયો શેર કર્યો

હવે તેમણે શેફાલીનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે તેની બહેનના બાળકો સાથે રમતી જોઈ શકાય છે. આ પોસ્ટ શેર કરતા પરાગે જણાવ્યું કે તે દરેક પાત્રમાં શ્રેષ્ઠ હતી. પોસ્ટ શેર કરતા પરાગે લખ્યું હતું કે, 'પરી, આ બ્રહ્માંડની શ્રેષ્ઠ માસી. આર્યા, કિયાન, મસ્તીખોર માસી સાથે મજા કરી રહ્યા છે. તે હંમેશા તેના બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી. પરી જીવનના દરેક પાત્રમાં શ્રેષ્ઠ હતી. હંમેશા ઘણો પ્રેમ અને ખુશી આપી. પરીને પ્રેમ કરતા બધા પ્રિય મિત્રો સાથે તેના સુંદર પ્રેમાળ ક્ષણોને પ્રેમ કરતી હતી."

શેફાલીની યાદમાં પરાગ ત્યાગનું દર્દ છલકાયું

પરાગે શેફાલી જરીવાલા સાથે જોડાયેલી અનેક તસવીરો શેર કરી છે જેનાથી તે પોતાની પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોઈને એવું લાગે છે કે શેફાલીના દુનિયા છોડી જવાથી પરાગ એકલો પડી ગયો છે. તે હવે તેના પાલતુ ડોગ સિમ્બા સાથે ઘરે એકલો પડી ગયો છે. તે સાથે વિતાવેલા ક્ષણોના સુંદર તસવીરો જોઈને પિડાઓનું દર્દ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ અચાનક અવસાન થયું હતું જેના કારણે ફિલ્મથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ હતી. શેફાલી જરીવાલાના નિધનથી તેનો પતિ પરાગ ત્યાગી ખૂબ જ આઘાતમાં છે. જેનું દુઃખ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે. અભિનેતાએ શેફાલી જરીવાલા ગુમાવ્યા બાદ તે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે.


  • Follow us on: