'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરિયલથી પ્રખ્યાત થયેલી શિવાંગી જોશી હાલ ખૂૂબ જ ચર્ચામાં છે, શિવાંગી જોશીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં નાયરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં ફેમસ બની છે. અભિનેત્રી હાલ તેના બ્રેકઅપના સમાચારને કારણે ચર્ચામાં છે. શિવાંગી જોશીના બ્રેકઅપ બાદ લોકો તેને સલાહ આપી રહ્યા છે કે, તમારૂ પ્રેમ બાબતે નસીબ સારું નથી. 


શિવાંગી જોશી બ્રેકઅપ બાદ તૂટી પડી

થોડા સમય પહેલા કુશલ ટંડને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ખુલાસો થયો હતો કે તેનું અને શિવાંગીનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે આ મામલે શિવાંગી જોશી એકદમ ચૂપ જોવા મળી હતી અને કંઈક સંકેત આપતી હોય એવી પોસ્ટો શેર કરતી હતી. હવે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અભિનેત્રી સાથે એવું કંઈક બન્યું છે કે જેના કારણે હોબાળો મચ્યો છે. 

શિવાંગીના ફેન્સ આશ્ચર્યચકિત

શિવાંગીએ હાલમાં સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે જેમાં તેણીએ પરિપક્વતા અને પ્રેમ વિશે વાત કરી હતી. અભિનેત્રીએ આ પોસ્ટ શેર કર્યાના થોડા સમય બાદ જ ડિલીટ કરી દીધી હતી. ત્યાર બાદ શિવાંગીની આ હરકતથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને જાણવા માંગે છે કે અભિનેત્રી ઠીક છે કે નહીં. ફેન્સને લાગવા માંડ્યું છે કે, શિવાંગી બ્રેકઅપ બાદ ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. તેથી જ તેણે પોસ્ટ શેર કર્યાના થોડા સમય પછી તેને ડિલીટ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, શિવાંગી જોશી હાલમાં બડે અચ્છે લગતે હૈ સીઝન 4માં જોવા મળી રહી છે. શોમાં બ્રેકઅપ ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે અને વાસ્તવિક જીવનમાં પણ તે બ્રેકઅપમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં ફેન્સ પોતાની પ્રિય અભિનેત્રીની હાલત જોઈને ચિંતામાં મુકાયા છે. 




  • Follow us on: