ભારતીય વાયુસેનાના કેપ્ટન શુભાંશુ શુકલા ઇન્સ્ટોલેશન સ્પેસ મિશન માટે રવાના થયા છે. અંતરક્ષિ સફરની શરૂઆત કરતાં તેમણે પોતાના પોશાક પર ભારતનો ત્રિરંગો લગાવ્યો હતો. અને શાહરૂખ ખાનની સ્વેદશ ફિલ્મનું 'યુન હી ચલા ચલ રાહી' ગીત ગાતા આ સફરની શરૂઆત કરી હતી. શાહરૂખ ખાને 'સ્વદેશ' ફિલ્મમાં નાસાના વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી હતી. શુભાંશુ અત્યારે ખાસ મિશન પર જેમાં નાસાનું પણ મહત્વનું યોગદાન છે. આ રીતે જોઈએ તો શુભાંશુ અને શાહરૂખખાન વચ્ચે આ એક સંયોજન જોવા મળ્યું.


સંગીત ડાયરેકટરે કર્યો ખુલાસો

સ્વદેશ ફિલ્મના 'યુન હી ચલા ચલ રાહી' ગીત કે જેને હિન્દી ગીતોમાં ટ્રિપ માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ ગીતેને લઈને એક રસપ્રદ વાત સામે આવી છે.  આ ફિલ્મમાં એ.આર. રહેમાને સંગીત આપ્યું છે અને ફિલ્મના ડાયેરકટર આસુતોષ ગોવારીકર છે જેમણે લગાન અને જોધા અકબર જેવી સુપરહિટ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી છે. ફિલ્મના સંગીત નિર્દેશક એ.આર.રહેમાન દ્વારા જ એક ઇન્ટરવ્યુમાં આ ખુલાસો કરવામાં આવ્યો કે આ ગીત પહેલા આમીરખાનની ફિલ્મ માટે બન્યું હતું. 

આમીર ખાનની ફિલ્મ પ્રથમ પસંદગી

2010માં એ.આર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમણે વર્ષો પહેલા 'યુન હી ચલા ચલ રાહી' ની ગીતની રચના કરી હતી. આમિર ખાનની યાદગાર ફિલ્મ 'લગાન' માટે આ ગીતનો  ઉપયોગ કરવા માંગતા હતા, પરંતુ ફિલ્મની વાર્તામાં કયાંય આ ગીત ફીટ ના થયું એટલે જ્યારે આસુતોષ ગોવારીકર 'સ્વદેશ' ફિલ્મ બનાવી ત્યારે તેમાં આ ગીત વાર્તામાં ફિટ થતા ઉમેરવામાં આવ્યું. જણાવી દઈએ કે રાકેશ શર્મા બાદ સ્પેસ સ્ટેશન જનારા પહેલા કેપ્ટન શુભાંશુ શુકલા બીજા ભારતીય છે. સ્વદેશ ફિલ્મ ઉપરાંત તેમને ઋત્વિક રોશનની ફિલ્મ 'ફાઇટર'નું વંદે માતરમ સોંગ પણ વધુ પસંદ છે. તેમના સાથીઓનું કહેવું છે કે શુભાંશુને હંમેશા કેપ્ટન શુભાંશુ શુકલાને દેશભક્તિના ગીતો વધુ પસંદ છે. જ


  • Follow us on: