સોની ટેલીવિઝન પર આવતો ક્રાઈમ શો CID તેની બીજી સિઝનમાં પણ વધુ હિટ રહ્યો. અગાઉની જેમ જ અત્યારે પણ દર્શકો સપ્તાહના અંતમાં આવતા CID શો જોવા ઉત્સાહિત હોય છે. હાલમાં CID ક્રાઈમ શો ફરી પાછો ચર્ચામાં આવ્યો છે. CID શો અત્યારે Dr.Salunkheને લઈને ટ્રેન્ડમાં છે. આ શોમાં Dr.Salunkheના પાત્ર એકઝિટ થઈ રહ્યું હોવાથી દર્શકોમાં આક્રોશ જોવા મળ્યો. બીજી સિઝનમાં પણ CID શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.


ક્રાઈમ શોને મળ્યો લોકોનો પ્રેમ

વર્ષો બાદ ક્રાઈમ શો CID એ થોડા સમય પહેલા ફરી ટેલિવિઝન પર પુનરામન કર્યું છે. દર્શકોને આ શોની ત્રિપુટી ACP પ્રદ્યુમન, દયા અને અભિજીત ઉપરાંત ડો.સાળુંખે અને તેમની આસિસ્ટન્ટ ડો. તારિકાના પાત્રને પણ ખૂબ પસંદ કરે છે. CID ક્રાઈમ શો એ કમબેક કરતા ફરી પાછો શો ટ્રેન્ડ થઈ રહ્યો છે. શો નિર્માતાએ સીઆઈડીની બીજી સિઝનમાં અનેક ટ્વીટ ઉમેર્યા. અગાઉ આ શોમાંથી ACP પ્રદ્યુમન ઉર્ફ શિવાજી સાટમ શો છોડી રહ્યા હોવાના સમાચારથી દર્શકો ગુસ્સે થયા હતા. અને હવે ફરી CID શો એ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ટ્રેકના કારણે યુઝર્સમાં ફરી પાછા ગુસ્સે થયા છે.

શોના ટ્રેકથી દર્શકો નારાજ

વાસ્તવમાં, શોમાં સ્ટાર્સની વારંવાર એન્ટ્રી અને એકઝીટ બતાવવામાં આવતા હાલમાં આ શોને લોકો ટ્રોલ કરી રહ્યા છે. આ શોમાં અત્યારે વર્ષોથી સીઆઈટી ટીમ સાથે જોડાયેલા ડૉ. સાલુંખે (નરેન્દ્ર ગુપ્તા) ને દેશદ્રોહી બતાવવામાં આવ્યા છે. આ ટ્રેકના કારણે દર્શકો એવું માનવા લાગ્યા છે કે નિર્માતાઓ ડો.સાલુંખેને શોમાંથી એકઝિટ કરવા ઇચ્છે છે. સીઆઈડી શોના ચાહકો માટે સાલુંખેને ખલનાયક તરીકે સ્વીકારવા મુશ્કેલ છે. અને એટલે જ સોશિયલ મીડિયામાં ડૉ. સાલુંખેને શોમાં પાછા લાવવાની દલીલ ચાલી રહી છે.

WewantDr.Salunkhe ટ્રેન્ડ

અત્યારે #WewantDr.Salunkhe ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ શોને લઈને બીજા અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે ડો.સાલુંખેની આસિસ્ટન્ટ ડૉ. તારિકા શોમાં પાછી ફરી રહી છે. આ બતાવે છે કે ક્રાઈમ શો તરીકે ટેલીવિઝન પર સોની પર આવતા CID શો વધુ પોપ્યુલર છે. બીજી સિઝનમાં પણ CID ક્રાઈમ શોને લોકોનો પ્રેમ મળી રહ્યો છે.

  • Follow us on: