જુબિન નૌટિયાલ બોલીવુડના ફેમસ સિંગર છે. હાલમાં ગાયક જુબિન નૌટિયાલને લઈને સારા સમચાર સામે આવ્યા છે. ફેમસ ગાયક જુબિન નૌટિયાલે બાળપણની મિત્ર સાથે પોતાના પૈતૃક ગામમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા. જુબિનના લગ્નનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં, ગાયક પીચ રંગના કુર્તામાં જોવા મળે છે, જેમાં એમરાલ્ડ નેકપીસ પહેરેલો છે. તેની સાથે દેખાતી દુલ્હન પણ મેચિંગ આઉટફિટ પહેરી રહી છે. આ સમાચારથી જુબિનના ફેન્સમાં ખુશી છવાઈ. ચાહકો સોશિયલ મીડિયામાં ગાયકને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
લગ્ન ખાનગી રાખવા પર જુબિનનો ખુલાસો
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ગાયક જુબિન નૌટિયાલે લગ્ન કેમ ખાનગી રાખ્યા તેનો ખુલાસો કર્યો. જુબિને કહ્યું કે અમારા લગ્ન ઉત્તરાખંડમાં થયા, અને તે એક સરળ અને સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં ફક્ત અમારા નજીકના પરિવારના સભ્યો જ હતા. મારી જીવનસાથી, સફર પણ સોશિયલ મીડિયા અને તેનાથી દૂર રહે છે. તે મારી બાળપણની મિત્ર છે. આજકાલ, લગ્નો એટલા ગ્લેમરસ અને ઓવર-ધ-ટોપ હોય છે કે અમે લગ્નને સાદગીપૂર્ણ રાખવાનું નક્કી કર્યું. હું લગ્નના બંધન સહિતની આ બાબતોને મારા નજીકના પરિવાર સુધી મર્યાદિત રાખવા માંગુ છું.













