મનોરંજન જગતમાંથી ખાસ કરીને ગુજરાતી રંગભૂમિમાંથી, દુઃખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ ગુજરાતી રંગભૂમિ એક્ટર અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાનું નિધન થયું છે. તેઓ એક્ટર તન્મય વેકરિયાના પિતા હતા, જેમણે લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં બાઘાનું પાત્ર ભજવ્યું છે.
ગુજરાતી કલા જગતમાં શોક
અરવિંદ વેકરિયાના નિધનથી સમગ્ર ગુજરાતી કલા જગત અને તેમના ફેન્સમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ તેમના તેજસ્વી અને બહુમુખી અભિનય કૌશલ્ય માટે જાણીતા હતા. તેમને દાયકાઓ સુધી ગુજરાતી રંગભૂમિની સેવા કરી. એક શાનદાર એક્ટર હોવા સિવાય તેમને અનેક નાટકોનું સફળતાપૂર્વક દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું.
"બાપા કમલ દિકરા ધમાલ" અને "ગુજ્જુ ભાઈની ગોલમાલ" જેવા નાટકોમાં તેમની ભૂમિકાઓ ખૂબ જ પ્રશંસા પામી હતી. તેને "અજબ કરમત" માં પણ એક્ટિંગ કરી હતી. તેમને કૌટુંબિક નાટક "ઘર ઘરની વાત" માં અભિનય અને દિગ્દર્શન કર્યું હતું. "રિટર્ન ટિકિટ", "ચિંગારી", "જીવન ચોપટ" અને "શિકાર" જેવા નાટકો દ્વારા તેમણે નવી પેઢીના કલાકારોને સતત પ્રેરણા આપી છે. CINTAA એટલે કે સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની માહિતી આપી છે.
'તારક મહેતા...'માં પણ કર્યો હતો કેમિયો
" તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા " માં અરવિંદ વેકરિયાએ એક નાનો પણ મહત્વપૂર્ણ રોલ કર્યો હતો, જેના કારણે તેમના પુત્ર, તન્મય વેકરિયાને "બાઘા" તરીકે દેશભરમાં ઓળખ મળી. તેમને આ શોમાં એક ઝવેરીનો રોલ ભજવ્યો હતો, જેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
તન્મયે પણ તેમના પિતાના માર્ગદર્શન હેઠળ થિયેટરમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમના નિધન બાદ ફેન્સ, ગુજરાતી રંગભૂમિના કલાકારો અને "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના કલાકારોએ સોશિયલ મીડિયા પર તન્મય વેકરિયા અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને દિવંગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.
'બાઘા'નો ઈમોશનલ વીડિયો થયો વાયરલ
થોડા દિવસો પહેલા "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના સેટ પરથી તન્મય વેકરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને સેટ પર રડી પડ્યો હતો. તેની હાલત જોઈને, નિર્માતાઓએ શૂટિંગ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. તેને પછીથી સમજાવ્યું કે તેને તેની માતાની યાદ આવી રહી હતી, જેના કારણે તે ભાવુક થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે તારક મહેતા શો માટે આ બીજો ઝટકો છે. શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું.
આ પણ વાંચો: Anandiben Patelની દોહિત્રી સંસ્કૃતિએ બોલીવુડમાં મચાવી ધૂમ, એક્ટિંગથી જીત્યું નાનીનું દિલ