'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ત્રણ અભિનેત્રીઓએ ભજવ્યું હતું જેમને દર્શકો આજ સુધી ભૂલી શક્યા નથી. પહેલા ઝીલ મહેતા સોનુ ભીડેના પાત્રમાં હતી ત્યારબાદ તેની જગ્યાએ નિધિ ભાનુશાલી આવી હતી. નિધિએ શો છોડી દીધો ત્યારે પલક સિધવાનીએ 'તારક મહેતા...'માં સોનુ ભીડેના પાત્રમાં એન્ટ્રી કરી હતી.


નિધિ ભાનુશાલી કેટલા વર્ષ શોમાં કામ કર્યું?

નિધિ ભાનુશાલી વિશે એવું કહેવામાં આવે છે કે તેણે વધુ અભ્યાસને કારણે આસિત મોદીનો આ શો છોડી દીધો હતો પરંતુ અભિનેત્રીએ હવે સાચું કારણ જણાવ્યું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008માં શરૂ થયું હતું અને નિધિ ભાનુશાલી વર્ષ 2012માં તેમાં જોડાઈ હતી.  વર્ષ 2019માં તેણીએ શો છોડી દીધો હતો. 

નિધિ ભાનુશાલી કેમ છોડ્યો શો?

નિધિ ભાનુશાલી હવે 'તારક મહેતા...' છોડવાનું સાચું કારણ જણાવ્યું છે. ટપ્પુ સેના સાથે જોડાવામાં તેણીને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેમની સાથે તે સેટ થઈ ગઈ પરંતુ તારક મહેતા શો દરમિયાનું તેનું રૂટીન એક જ હતું અને મન પર દબાણ જેવું લાગતુ. તેથી શો છોડીને લાંબો બ્રેક લેવાનું નક્કી કર્યું.

નિધિ ભાનુશાલી ટપ્પું સેના અંગે કહી વાત

નિધિ ભાનુશાલીએ જણાવ્યું કે TMKOCમાં ટપ્પુ સેના સાથે બોન્ડિંગ કરવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો . પરંતુ સમય જતાં તે બધા સાથે મિત્ર બની ગઈ અને તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ પણ મળ્યો. પરંતુ 2019માં નિધિ ભાનુશાલીએ 'તારક મહેતા...' છોડી દીધી અને પછી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.

નિધિ ભાનુશાલીએ જણાવ્યું કે સોનુ ભીડેના રોલ માટે 600-800 અભિનેત્રીઓએ ઓડિશન આપ્યું હતું. તે પણ તેમાંથી એક હતી. નિધિને આશા પણ નહોતી કે તેને આ રોલ મળશે પરંતુ તેની પસંદગી થઈ ગઈ હતી.


  • Follow us on: