તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેની કહાનીઓ અને કલાકારોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે અને તારક મહેતાના ઘણા એવા ટ્રેક છે જેને લોકો આજે પણ યાદ કરે છે. એકવાર શોમાં કંઈક એવું બન્યું કે જેઠાલાલના જીવનમાં સુનામી આવી ગઈ હતી અને લગ્નજીવનમાં ઉથલપાથલ થઈ હતી. એ અભિનેત્રીનું નામ ગુલાબો હતું અને આ અભિનેત્રી હવે પોતાના રિયલ લગ્ન જીવનમાં પડેલી તિરાડ છે કારણે ચર્ચામાં આવી છે.
ગુલાબોએ જેઠાલાલનું લગ્ન જીવન હચમચાવી નાખ્યું
હકીકતમાં ગુલાબો (સિમ્પલ કૌલ) તરીકે તારક મહેતા શોમાં પ્રવેશી હતી. ગુલાબોએ શોમાં દાવો કર્યો હતો કે તે જેઠાલાલની પત્ની છે. તે જેઠાલાલ સાથેના લગ્નના ફોટા પણ બતાવે છે. આ જોયા બાદ આખી ગોકુલધામ સોસાયટી ચોંકી જાય છે. દયાબેનની હાલત પણ બગડે છે. પરંતુ જેઠાલાલ લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરે છે અને કહે છે કે, તેણે ગુલાબો સાથે લગ્ન કર્યા નથી પણ તે એક ફોટોશૂટ હતું. જેઠાલાલે ફોટોશૂટ કરાવ્યું હતું જેનો ગુલાબો દુરુપયોગ કરી રહી છે. દયા જેઠાલાલ પર વિશ્વાસ કરે છે અને પછી લાંબી લડાઈ લડાય છે. મામલો કોર્ટ સુધી પહોંચે છે.
આ રીતે ગુલાબોનો થયો પર્દાફાશ
આખી ગોકુલધામ સોસાયટી અને દયાબેન જેઠાલાલની વાત પર વિશ્વાસ કરે છે પરંતુ ગુલાબો સત્ય સ્વીકારતી નથી. ત્યાર બાદ જેઠાલાલ હાર માની લે છે અને પોતાના મગજનો ઉપયોગ કરે છે અને સંન્યાસી બનવાનો ડોળ કરે છે. ત્યાર બાદ અંતે ગુલાબોને તેનું જૂઠ સ્વીકારવું પડે છે અને દયા સાથે જેઠા ફરી પોતાનો ઘર સંસાર શરૂ કરે છે. ગુલાબો વકીલ પ્યારે મોહન (જે જેઠાલાલનો કેસ લડે છે) સાથે લગ્ન કરે છે અને અંતે બધું બરાબર થઈ જાય છે.
લગ્નના 15 વર્ષ બાદ સિમ્પલ કૌલ લેશે છૂટાછેડા?
તારક મહેતામાં સિમ્પલ કૌલે ગુલાબોની ભૂમિકા ભજવી હતી. સિમ્પલ કૌલને આનાથી ઘણી ખ્યાતિ મળી હતી. આ દિવસોમાં સિમ્પલ કૌલ તેના અંગત જીવનને લઈને સમાચારમાં છે. સિમ્પલ કૌલ તેના પતિ રાહુલ લુંબાથી છૂટાછેડા લઈ રહી છે. લગ્નના 15 વર્ષ બાદ તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. સિમ્પલ કૌલ અને રાહુલ લુંબાના લગ્ન 2010માં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાથી દૂર રહેતા હતા અને અંતે તેમણે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. રાહુલના કામને કારણે આ સંબંધ લાંબા સમયથી લાંબા અંતરના લગ્નમાં ફેરવાઈ ગયો હતો. અભિનેત્રીએ સ્વીકાર્યું કે આટલા વર્ષો સુધી સાથે રહેવા છતાં હવે વસ્તુઓ પહેલા જેવી નથી રહી.
સિમ્પલ કૌલનું કરિયર
સિમ્પલ કૌલનું નામ ટીવી ઇન્ડસ્ટ્રીના એવા ચહેરાઓમાં ગણાય છે જેમણે ઘણા લોકપ્રિય શોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. એકતા કપૂરના શો 'કુસુમ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનારી સિમ્પલે 'શરારત', 'યે મેરી લાઇફ હૈ' અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવી સિરિયલોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. ટીવીની સાથે તે વ્યવસાયમાં પણ સક્રિય છે. અભિનેત્રીએ ઘણા રેસ્ટોરન્ટમાં રોકાણ કર્યું છે અને વ્યવસાયિક દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી છે. આ જ કારણ છે કે છૂટાછેડા પછી પણ સિમ્પલે પોતાને એક નવી સફર માટે તૈયાર કરી છે.