તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા કુશ શાહ હવે અમેરિકા ગયા છે. તેમણે શોમાં ગોલીની ભૂમિકા ભજવી હતી. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે અને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલમાં જ તેમણે પોતાની વિદેશી જીવન શૈલી અંગે ચર્ચા કરી હતી. 


તારક મહેતાના ગોલી ન્યુયોર્ક શિફ્ટ થયા

કુશ શાહે કહ્યું હતું કે, ' હાલ હું રૂમમાં એકલો રહું છુ કારણ કે જે વ્યક્તિ મારી સાથે રૂમ શેર કરવાનો હતો તે ક્યારેય આવ્યો નહીં. તેથી મેં આખી જગ્યા મારા પોતાના માટે બનાવી લીધી છે. હું ન્યૂયોર્કમાં એકલો રહેતો હતો. આ મારા માટે મોટી વાત છે કારણ કે પછી મને સમજાયું કે ઓહ, પલંગ પર ખાવાથી કોકરોચ આવે છે.'

કુશ કહ્યું-મને આ કારણે ગુસ્સો આવે

તેમણે આગળ કહ્યું હતું કે, 'મેં ત્રણ મહિનામાં બધું શીખી લીધું છે પણ મને હંમેશા બધું જ સોંપી દેવામાં આવ્યું છે. હું વર્ષોથી મારા માતા-પિતા સાથે રહેતો હતો અને વૈભવી જીવન જીવી રહ્યો હતો. પણ ન્યૂ યોર્કમાં તમારે બધું જાતે જ કરવું પડશે. મને સમજાયું કે શું ખોટું થઈ રહ્યું છે. પલંગ પર ખાવાથી વંદો થઈ રહ્યો હતો. હું સૂતા પહેલા વાસણો પણ ધોતો નહોતો. પણ મને સમજાયું કે વસ્તુઓ કેટલી મુશ્કેલ હોય છે. સાથે જ આ માટે મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવે છે.'

કુશે પોતાની વાતો શેર કરી

કુશે કહ્યું હતું કે, 'આ ન્યુ યોર્ક છે. હું ખૂબ જ વિચલિત થઈ ગયો હતો. આ દુનિયા જોઈને હું પાગલ થઈ ગયો હતો. મને લાગે છે કે મને ટાઇમ્સ સ્ક્વેર કરતાં ઘાટકોપર વધુ ગમે છે. ટાઇમ્સ સ્ક્વેર ખરેખર ડરામણી જગ્યા છે ભલે તમે ન્યૂ યોર્ક વિશે કંઈ પણ કહો.' કુશ શાહ બાળપણમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયા હતા. તે સમયે તે પાંચમા ધોરણમાં હતા. તે શો સાથે મોટા થયા હતા. તેમણે શોમાં પોતાની કોમેડીથી બધાને ખૂબ હસાવ્યા હતા.

  • Follow us on: