સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાનો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માત તેલંગાણાના NH-44 પર થયો હતો. તેના પરિવારના સભ્યો પણ તેની સાથે કારમાં હતા.


મીડિયા રિપોર્ટ મુજબ એક બોલેરો કાર અચાનક જમણો ટર્ન લેતી વિજયની કાર સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં વિજય દેવરકોંડા કે તેના પરિવારના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી. બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

પુટ્ટપર્થીથી પરત ફરી રહ્યો હતો એક્ટર

આ અકસ્માતનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિજયની ક્ષતિગ્રસ્ત કાર સ્પષ્ટપણે જોવી મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના જોગુલામ્બા ગઢવાલ જિલ્લાના ઉંડાવલી નજીક બની હતી, જ્યારે વિજય તેના પરિવાર સાથે પુટ્ટપર્થીથી પરત ફરી રહ્યો હતો. ફેન્સ અને સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર વિજયની સલામતી માટે સંવેદના વ્યક્ત કરી છે.


થોડા દિવસ પહેલા જ એક્ટરની થઈ હતી સગાઈ

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની સગાઈ થયાના સમાચાર આવ્યાના થોડા દિવસો પછી જ આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં ફેન્સ ચિંતિત હતા, પરંતુ હવે ફેન્સને રાહત થઈ છે કારણ કે એક્ટર સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનો પરિવાર પણ સુરક્ષિત છે.

વિજય-રશ્મિકાની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ ?

રશ્મિકા અને વિજયે 2018 માં આવેલી ફિલ્મ "ગીથા ગોવિંદમ" માં સાથે કામ કર્યું હતું. તે પછી તેમની નિકટતા વધવા લાગી. ત્યારબાદ તેઓ ઘણી વખત લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા, જેના કારણે તેમના ડેટિંગની ચર્ચાઓ થવા લાગી. મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિકા અને વિજય આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે.  

  • Follow us on: