પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને એક્ટ્રેસ સના જાવેદ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેના લગ્નને માંડ બે વર્ષ થયા છે, પરંતુ તેમના છૂટાછેડાની અટકળો પહેલાથી જ ચાલી રહી છે.
આ કપલે જાન્યુઆરી 2024 માં કરાચીમાં એક ખાનગી નિકાહ સેરેમનીમાં લગ્ન કર્યા હતા, જેનાથી તેમના સંબંધની પુષ્ટિ થઈ હતી. લગ્ન પહેલાથી જ ફેન્સનું ધ્યાન ખેંચી ચૂક્યા હતા, મીડિયા રિપોર્ટ મુજબ લગ્નની જાહેરાત પહેલા તેઓ ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા હતા.
શોએબ-સનાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
સોશિયલ મીડિયા પર એક કાર્યક્રમ દરમિયાન શોએબ અને સના વચ્ચે અણબનાવ દર્શાવતો એક વીડિયો સામે આવ્યા બાદ છૂટાછેડાની અટકળો તેજ થઈ ગઈ છે. આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શોએબ ઓટોગ્રાફ આપી રહ્યો હતો, જ્યારે સના પોતાનો ફેસ ફેરવીને અલગ દેખાઈ રહી હતી. આ અંતરને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સંબંધોની સ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
શોએબ મલિક ત્રીજી વખત લેશે છૂટાછેડા?
શોએબ મલિક અને સના જાવેદે છૂટાછેડાની આ ચર્ચાઓનું જાહેરમાં પુષ્ટિ કે ખંડન કર્યું નથી. જો આ ચર્ચાઓ સાચી સાબિત થાય છે, તો આ શોએબ મલિકના ત્રીજા છૂટાછેડા હશે. આયેશા સિદ્દીકી સાથેના તેમના પહેલા લગ્ન 2010 માં સમાપ્ત થયા. ત્યારબાદ તેને 2010માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા. 2024 પહેલા આ કપલ શાંતિથી અલગ થઈ ગયું. તેમને એક પુત્ર, ઈઝાન મિર્ઝા મલિક છે.
સાનિયા મિર્ઝાની પોસ્ટ થઈ વાયરલ
આ દરમિયાન સાનિયા મિર્ઝાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. કેટલાક ફોટા શેર કરતા સાનિયાએ તેની પોસ્ટનું કેપ્શન આપ્યું છે કે "શાંતિ જેને કોઈ ઢોંગ કે બહાનાની જરૂર નથી." ફેન્સ સાનિયાની પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે "વિશ્વાસઘાતનું દુઃખ અને તેની આંખોમાં આંસુ એ સાનિયાની પ્રેમકથા છે." આ સિવાય ઘણા અન્ય યુઝર્સે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.