OTT રિયાલિટી શો "રાઈઝ એન્ડ ફોલ" માં ધનશ્રી વર્માએ તેના એક્સ પતિ યુઝવેન્દ્ર ચહલ પર અનેક આરોપો લગાવ્યા હતા. આ આરોપોમાં ખોટા ભરણપોષણના અહેવાલોથી લઈને છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ લગભગ એક મહિનાથી ચાલી રહ્યું છે.


ધનશ્રીએ શોમાં આવવાની તક ઝડપી લીધી અને ચહલને નીચું બતાવ્યું, જ્યારે ક્રિકેટર અત્યાર સુધી ચૂપ રહ્યો હતો. ધનશ્રી પોતે કહેતી હોય તેવું લાગતું હતું કે, "હું અમારા લાંબા સમયથી ચાલતા સંબંધ માટે આદરથી કંઈ બોલીશ નહીં," પરંતુ તેણે વારંવાર યુઝવેન્દ્ર ચહલ પર અનેક આરોપો લગાવ્યા.

યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્ટોરી

આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સમય રૈના સાથેના વીડિયો કોલનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો. કોમેડિયન સમય રૈનાએ પોતે આ સ્ટોરી પોસ્ટ કરી હતી, પરંતુ બાદમાં યુઝવેન્દ્ર ચહલે તેને પોતાના એકાઉન્ટ પર શેર કરી, જેમાં છૂટાછેડાની અંતિમ સુનાવણીના દિવસે ચહલના ટી-શર્ટ પરના કેપ્શન જેવું જ કેપ્શન હતું.

સમય રૈનાએ પોસ્ટ કરી પહેલા સ્ટોરી

સમય રૈનાએ કેપ્શનમાં લખ્યું છે કે "લવ યુ, માય સુગર ડેડી." આ ચહલ અને સમયનો વીડિયો કોલ પર ચેટ કરતો સ્ક્રીનશોટ છે. ચહલ પણ હસતો હોય છે. સુગર ડેડી એટલે પૈસા માટે કોઈનો ઉપયોગ કરવો. છૂટાછેડાના દિવસે ચહલે એક ટી-શર્ટ પહેરી હતી જેના પર લખ્યું હતું, "બી યોર ઓન સુગર ડેડી." આ શબ્દો સાથે યુઝવેન્દ્ર ચહલે ફરી એકવાર ધનશ્રીને જવાબ આપવાનો પ્રયાસ કર્યો.


ધનશ્રી વર્માએ લગાવ્યા અનેક આરોપો

ધનશ્રી વર્માએ શોમાં કહ્યું હતું કે તેણે યુઝવેન્દ્ર ચહલને તેમના લગ્નના બે મહિના પછી જ છેતરપિંડી કરતા પકડ્યો હતો. આ એક ગંભીર આરોપ છે. યુઝવેન્દ્ર ચહલ પોતાનો બચાવ કરવા માટે શોમાં હાજર નથી, પરંતુ ધનશ્રી સતત બોલતી રહી છે. વધુમાં તેણે 4.75 કરોડના ભરણપોષણના દાવાઓને નકારી કાઢ્યા હતા.

આહાનાએ કર્યો મોટો ખુલાસો

ધનશ્રીએ ચહલ પર નેગેટિવ પીઆરનો પણ આરોપ લગાવ્યો હતો. આના કારણે લોકો એવું માનવા લાગ્યા છે કે ધનશ્રી પોતાની ઈમેજ સુધારવા માટે શોમાં ગઈ હતી. તેની સાથી સ્પર્ધક આહાનાએ શો છોડ્યા પછી કહ્યું હતું કે ધનશ્રી આ જાણી જોઈને કરી રહી છે.


  • Follow us on: