ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને વનડે માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવ T20I સિરીઝનો કેપ્ટન રહેશે. આ પ્રવાસમાં ત્રણ મેચની વનડે અને T20I સિરીઝ રમવામાં આવશે.


શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જેને પોતાની છેલ્લી વનડે ટુર્નામેન્ટ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત અપાવી હતો. ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમને રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પર મોટી હિન્ટ આપી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી લઈ શકે છે નિવૃત્તિ

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2024 T20 વર્લ્ડકપ ફાઈનલ જીત્યા બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંને ખેલાડીઓએ 2025 IPL દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે એવું માનવામાં આવે છે કે બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI સિરીઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

અજિત અગરકરે તેમના ભવિષ્ય વિશે એક મોટી હિન્ટ આપી, જેમાં કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને 2027 વર્લ્ડકપ માટે પ્રતિબદ્ધ નથી. અજિત અગરકરના નિવેદનથી હવે સ્પષ્ટ થાય છે કે રોહિત અને વિરાટ લાંબા સમય સુધી ODIમાં જોવા નહીં મળે. આ અર્થમાં આ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે.

શુભમન ગિલને મળી કેપ્ટનશીપ

રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિ પછી શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. તેને ODI કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તેને એશિયા કપ 2025 માટે વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.


  • Follow us on: