ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને રાઉડી સ્ટાર વિજય દેવેરાકોંડા, જેઓ ચાહકોમાં 'વિરોશ' તરીકે જાણીતા છે, તેઓ આગામી 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલી આલીશાન હોટલ ITC મોમેન્ટોસ ખાતે આ શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર હાલમાં તેમના લગ્નની પૂર્વ-તૈયારીઓ અને ખાસ કરીને ભોજનના મેનૂની ભારે ચર્ચા થઈ રહી છે.
પ્રી-વેડિંગ મસ્તી પૂલસાઇડ વોલીબોલ અને રિફ્રેશમેન્ટ્સ
લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં આ કપલ પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ વિજય દેવેરાકોંડાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે પૂલ પાસે વોલીબોલની મજા માણતો જોવા મળ્યા હતા. આ તસવીરોમાં પૂલમાં તરતી એક ડ્રિંક્સ ટ્રે પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં મહેમાનો માટે તાજગીભર્યા પીણાં અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જાપાનીઝ ડિનર અને #Virosh નો જાદુ
સાંજના સમયે આયોજિત ડિનરમાં મહેમાનોને આંતરરાષ્ટ્રીય સ્વાદનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. રશ્મિકાએ શેર કરેલી તસવીરો મુજબ, ડિનર ટેબલને અત્યંત કલાત્મક રીતે જાપાનીઝ થીમ પર શણગારવામાં આવ્યું હતું. હળવા લીલા અને ગુલાબી રંગના ડેકોરેશન સાથે ટેબલ પર તાજા ફૂલો, દ્રાક્ષ, લીલા સફરજન અને મોતીઓની સજાવટ જોવા મળી હતી. સૌથી વધુ ધ્યાન નેપકિન પર એમ્બ્રોઇડરી કરેલા "#virosh" હેશટેગે ખેંચ્યું હતું, જે આ લગ્નની બ્રાન્ડિંગ સમાન બની ગયું છે.
પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ: ખાસ ભોજન મેનૂ
જોકે મુખ્ય લગ્નનું સત્તાવાર મેનૂ હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મેનૂમાં દક્ષિણ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. રશ્મિકા અને વિજય બંને દક્ષિણ ભારત સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી, મહેમાનોને પરંપરાગત રીતે કેળાના પાન પર ભોજન પીરસવામાં આવે તેવી શક્યતા છે.
નાળિયેર પાણી સ્ટેશન: મહેમાનોના સ્વાગત માટે ખાસ ફ્રેશ કોકોનટ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્લોબલ ફ્યુઝન: ભારતીય વાનગીઓ સાથે ઈટાલિયન અને જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજસ્થાની ટચ: ઉદયપુરમાં લગ્ન હોવાથી સ્થાનિક દાલ-બાટી ચૂરમા જેવી વાનગીઓ પણ મહેમાનોને પીરસવામાં આવશે.
આ પણ વાંચોઃ Vijay-Rashmika Wedding: શું રશ્મિકા મંદાના બની શકશે દેવેરાકોંડા પરિવારની આદર્શ પુત્રવધૂ? સાસુ સસરાએ રાખી આ શરત!