એકવાર ફરી અક્ષય કુમાર પરત ફરી રહ્યા છે. આ વખતે ડબલ અને ટ્રિપલ ધમાકા સાથે કારણ કે તેમની જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે, તેના પહેલા બે ભાગ જબરદસ્ત કમાણી કરી ચૂક્યા છે. 17 એપ્રિલના રોજ જ તેમની ભૂત બંગલા રિલીઝ થઈ છે, અને હવે બીજી ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. વેલકમ ટુ ધ જંગલ 1 મહિના અને થોડા દિવસો બાદ જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્ટરની સાથે ઘણા મોટા સિતારાઓ જોવા મળવાના છે, જેનું કામ લાંબા સમયથી અટવાયેલું હતું. ફાઈનલી હવે ફિલ્મની થિયેટ્રિકલ, OTT અને સેટેલાઈટ ડીલનો પણ ખુલાસો થઈ ગયો છે.
વેલકમ ટુ ધ જંગલના રાઈટ્સ કોણે ખરીદ્યા?
એક વેબસાઈટ પર અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેના પરથી જાણવા મળ્યું છે કે, વેલકમ ટુ ધ જંગલને સિનેમાઘરોમાં આવતા પહેલા જ એક મોટો ઓલ-ફોર્મેટ પાર્ટનર મળી ગયો છે. Jio Star એ અક્ષય કુમારની આ ફિલ્મના ડોમેસ્ટિક થિયેટ્રિકલ, OTT અને સેટેલાઈટ રાઈટ્સ ખરીદ્યા છે. આ ફિલ્મ હવે 26 જૂનના રોજ રિલીઝ થવાની છે. Pen Marudhar તેના ઓવરસીઝ રાઈટ્સ ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મને એક મજબૂત ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન ફ્રેમવર્ક મળશે. એ માહિતી પણ મળી છે કે, JioStar ના Disney ડિસ્ટ્રિબ્યુશને ડોમેસ્ટિક થિયેટ્રિકલ રાઈટ્સ ખરીદ્યા છે.













