ફેન્સના દિલ પર રાજ કરવાવાળો બોલીવુડનો ભાઈજાન સલમાન ખાન 59 વર્ષનો છે જો કે હજુ સુધી તેને લગ્ન કર્યા નથી. તેના ફેન્સ તેને સતત સવાલો કરતા રહે છે કે ક્યારે લગ્ન કરશો. હવે તેનો એક વીડિયો વાયરલ સામે આવ્યો છે જેમાં તે છૂટાછેડા અને એલિમની પર વાત કરે છે અને આ વીડિયો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માં શો નો છે. જે ઓન એર થયા પહેલા જ વાયરલ થઈ ગયો છે.
21 જૂને નેટફિલ્કસ પર કોમોડિયન કપિલ શર્માના શોનું ત્રીજું સીઝન આવવાનું છે. તેમજ સલમાન ખાન પહેલા મહેમાન તરીકે આવવાનો છે. ફેન્સ આ એપિસોડની આતુરતાતી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, સલમાન જેટલી વાર પણ કપિલના શોમાં આવ્યો છે તે ખૂબ મજાક-મસ્તીમાં હોય છે તેના અંગત જીવનના ઘણા કિસ્સા પણ કહે છે.
સલમાન ખાનનો વીડિયો થયો વાયરલ
શો થી સલમાન ખાનનો વીડિયો સામે આવ્યો છે જેમા છૂટાછેડા અને એલિમની પર વાત કરી રહ્યો છે. સલમાન ખાન હસતા હસતા કહે છે કે, છૂટાછેડાએ નાની નાની વાત પર પણ થઈ જતા હોય છે, તેમજ છૂટાછેડા તો થાય સાથે પૈસા પણ જાય છે. સલમાન ખાનની આ વાત સાંભળીને કપિલ શર્મા અને બીજા બધા જોર જોરથી હસવા લાગે છે.
કપિલ શર્માના શોમાં નવજોત સિંહ સિદ્ધુ પણ મળશે જોવા
નવજોત સિંહ સિદ્ધુ અગાઉ કપિલના શોમાં જજ તરીકે જોવા મળ્યા હતા. જોકે, તેમણે 2019 માં શો છોડી દીધો હતો. તેમની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને લેવામાં આવ્યા હતા. જોકે, સિદ્ધુ ફરી એકવાર શોમાં પાછા ફરવા જઈ રહ્યા છે. હવે શોમાં એક નહીં પણ બે જજ હશે. અર્ચના પૂરણ સિંહ અને સિદ્ધુ બંને જજની ખુરશી પર જોવા મળશે.
થોડા સમય પહેલા, નેટફ્લિક્સે એક વીડિયો શેર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે નવજોત સિંહ સિદ્ધુ આ શોનો ભાગ બનશે. વીડિયોમાં અર્ચના પૂરણ સિંહ પણ જોવા મળી હતી. તેણીની આંખો પર પટ્ટી બાંધેલી હતી. પછી આંખ પર પટ્ટી હટાવી દેવામાં આવે છે અને સિદ્ધુને જોતાની સાથે જ તે ચોંકી જાય છે. તેણે એવું લાગવા લાગે છે કે તેની ખુરશી તો હવે ગઈ. જોકે, તે વીડિયો ફક્ત મનોરંજન માટે હતો. તે બંને કપિલના શોમાં સાથે જોવા મળશે.