ઘણા મહિનાઓ વીતી ગયા છે, પરંતુ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના અણબનાવના સમાચાર અટકી રહ્યા નથી. હવે બોલીવુડ એક્ટ્રેસ નિમરત કૌરનું નામ પણ જોડાઈ રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે જ ઐશ્વર્યાનું સુસ્થાપિત ઘર બરબાદ થઈ ગયું છે! આ મામલામાં કેટલું સત્ય છે, તે બચ્ચન પરિવાર અને નિમરતના કહેવા પછી જ ખબર પડશે. તમને નિમરત કૌર વિશે કેટલીક અજાણી વાતો જણાવી દઈએ.
નિમરત કૌરે અક્ષય કુમારથી લઈને ઈરફાન સુધી ઘણા દિગ્ગજ એક્ટર સાથે કામ કર્યું છે. તે અંગ્રેજી ફિલ્મોમાં પણ જોવા મળી છે. 42 વર્ષની નિમ્રતે હજી લગ્ન કર્યા નથી અને તે પોતાની પર્સનલ લાઈફમાં પિતાની હત્યાના દુઃખમાંથી પસાર થઈ છે.
રાજસ્થાનમાં શીખ પરિવારમાં જન્મ
નિમરત કૌરનો જન્મ 13 માર્ચ 1982ના રોજ રાજસ્થાનના પિલાનીમાં એક શીખ પરિવારમાં થયો. તેના પિતા મેજર ભૂપિન્દર સિંઘ એસસી ભારતીય સેનાના અધિકારી હતા અને તેને એક નાની બહેન રૂબીના છે, જે બેંગલુરુમાં મનોવિજ્ઞાની છે. તેમનો પરિવાર પટિયાલામાં રહેતો હતો અને તેણે યાદવિન્દ્ર પબ્લિક સ્કૂલ, પટિયાલામાં અભ્યાસ કર્યો હતો.
નિમરત 12 વર્ષની હતી ત્યારે તેના પિતાની હત્યા
નિમરત 1994માં આ આઘાતમાંથી પસાર થઈ હતી. તે માત્ર 12 વર્ષની હતી જ્યારે તેના પિતાની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરી બળવાખોરોએ તેમનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી. પિતાની શહીદી પછી તેનો પરિવાર નોઈડામાં સ્થાયી થયો અને નિમરત કૌર ત્યાં જ મોટી થઈ. દિલ્હી પબ્લિક સ્કૂલ નોઈડામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં કોમર્સમાં બી.કોમ ઓનર્સ કર્યું.
મુંબઈ આવ્યા પછી શરૂ કર્યું મોડલિંગ
અભ્યાસ પૂરો કર્યા બાદ નિમરત કૌર મુંબઈ આવી અને પ્રિન્ટ મોડલ તરીકે કામ કરવા લાગી. સુનીલ શાનબાગ અને માનવ કૌલ જેવા દિગ્દર્શકો સાથે કામ કરીને, તેણે 'બગદાદ વેડિંગ' (2012), 'ઓલ અબાઉટ વુમન' અને 'રેડ સ્પેરો' જેવા નાટકોમાં અભિનય કર્યો. એટલે કે તેણે થિયેટર કરવાનું શરૂ કર્યું. તેણે વર્ષ 2004માં કુમાર સાનુના 'તેરા મેરા પ્યાર' અને શ્રેયા ઘોષાલના 'યે ક્યા હુઆ'ના મ્યુઝિક વીડિયો સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેણે ટીવીની એડ પણ કરી હતી.
એક જાહેરાત દ્વારા ફેમસ થઈ નિમરત
નિમરત કૌરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત અંગ્રેજી ફિલ્મ 'વન નાઈટ વિથ ધ કિંગ' (2006)માં નાના રોલથી કરી હતી. તેનું શૂટિંગ રાજસ્થાનમાં થયું હતું. તેણે હિન્દી ફિલ્મની શરૂઆત 2012માં અનુરાગ કશ્યપની 'પેડલર્સ'થી થઈ હતી. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ કરવામાં આવી હતી. નિમરતે વર્ષ 2013માં ડેરી મિલ્ક સિલ્કની જાહેરાત દ્વારા લોકપ્રિયતા મેળવી હતી.
ઈરફાન અને અક્ષય કુમાર જેવા કલાકારો સાથે કરી સ્ક્રીન શેર
તે જ વર્ષે તેની ફિલ્મ 'ધ લંચબોક્સ' પણ આવી અને તેની ઈરફાન સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી. નિમરતની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ કરવામાં આવી હતી. 2014માં નિમરત કૌર અમેરિકન ટીવી સીરિઝ 'હોમલેન્ડ'નો ભાગ બની હતી. 2016માં તે અક્ષય કુમાર સાથે 'એર લિફ્ટ'માં જોવા મળી હતી. આ વર્ષે તે અમેરિકન સિરીઝ વેવર્ડ પાઈન્સમાં જોવા મળી હતી.
વેબ સિરીઝમાં પણ જોવા મળી છે નિમરત કૌર
નિમરત કૌરે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તે 2017માં હિન્દી વેબ શો 'ધ ટેસ્ટ કેસ'માં જોવા મળી હતી. પછી 2020 માં, તે 'હોમલેન્ડ' સિરીઝની આઠમી અને અંતિમ સીઝનનો પણ ભાગ બની. આ પછી નિમરત કૌર સ્ક્રીનથી દૂર થઈ ગઈ. ચાર વર્ષ પછી કમબેક કર્યું. 2022માં નેટફ્લિક્સ ફિલ્મ 'દસવી'માં અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી હતી.
આ વર્ષે રિલીઝ થઈ હતી આ ફિલ્મ
નિમરત વર્ષ 2023માં વેબ સિરીઝ 'ફાઉન્ડેશન'માં જોવા મળી હતી અને છેલ્લે 'સજની શિંદે કા વાયરલ વીડિયો'માં જોવા મળી હતી. તેના અપકમિંગ પ્રોજેક્ટનું નામ 'સેક્શન 84' છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે અને તેમાં અમિતાભ બચ્ચન પણ છે.
રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું નિમરત કૌરનું નામ
નિમરત કૌર કેમેરા પર પોતાની અંગત જિંદગી વિશે ઓછી વાત કરવાનું પસંદ કરે છે, પરંતુ તેનું નામ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. રિપોર્ટ્સ કહે છે કે બંને રિલેશનશિપમાં હતા, પરંતુ બે વર્ષ પછી 2018માં તેમના સંબંધોનો અંત આવ્યો. નિમ્રતે સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તેના સ્કૂલના દિવસોમાં એક છોકરાના પ્રેમમાં હતી, પરંતુ તે પરિણીત છે અને તેના બાળકો પણ છે.













