નિમરત કૌર હાલમાં જ અભિષેક બચ્ચન સાથે ડેટિંગની ચર્ચાઓને કારણે ચર્ચામાં છે. પરંતુ આને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ અટકળો એક વાયરલ રેડિટ પોસ્ટથી શરૂ થઈ હતી. આ બધાની વચ્ચે નિમરતનો એક જૂનો ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે.
નિમરત કૌરે અભિષેક બચ્ચન સાથે દસવી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક્ટ્રેસે કંઈક એવું કહ્યું કે અભિષેક બચ્ચન આશ્ચર્યચકિત થઈ ગયો. એક્ટ્રેસે તેના 'સ્કૂલ લવ' વિશે ખુલાસો કર્યો હતો.
નિમરત કૌરના 'સ્કૂલ લવ'ના થયા લગ્ન
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને નિમરત કૌરની ફિલ્મ 'દસવી' વર્ષ 2022માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં નિમરતે અભિષેક બચ્ચનની પત્નીનો રોલ કર્યો હતો. 'દસવી'ના પ્રમોશન દરમિયાન નિમરતે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચન સામે તેના સ્કૂલ લવ વિશે વાત કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસ આ વિશે વાત કરતી વખતે થોડી અચકાઈ હતી. પછી તેણે કહ્યું કે “હું વધુ કહેવા માંગતી નથી, કારણ કે તે છોકરો હવે પરિણીત છે અને તેને બાળકો પણ છે. જો મેં કંઈપણ કહ્યું તો તે યોગ્ય નથી. હું તેને મુશ્કેલીમાં મુકીશ."
નિમરતને કરતી હતી મદદ
તેના એક્સ પ્રેમીની ઓળખ સામે લાવ્યા વિના, નિમરત કૌરે કહ્યું કે “તે એક બેવકૂફ, થોડો શરમાળ, ખૂબ જ સારો, પણ થોડો ખરાબ છોકરો હતો. તે મને કેમેસ્ટ્રીના કામમાં મદદ કરતો હતો.'' આના પર અભિષેક બચ્ચન તરત જ કહે છે, "તે તમારા શિક્ષક હતા?" આ સાંભળીને નિમરત હસીને સ્પષ્ટતા કરે છે, "ના, ના, તે મારા શિક્ષક ન હતા. તેણે માત્ર મારા કેમેસ્ટ્રીના હોમવર્કમાં મને મદદ કરી. મને યાદ છે કે તેના સુંદર વાળ હતા.
નિમરતનો 'સ્કૂલ લવ' સાથેનો સંબંધ કેમ આગળ ન વધ્યો?
વાતચીતે એક ફની ટર્ન લીધો જ્યારે સિદ્ધાર્થે પૂછ્યું કે સંબંધ કેમ આગળ વધતો નથી. આના પર નિમરતે શરમાળ સ્માઈલ સાથે જવાબ આપ્યો કે "કોણે કહ્યું કે હું તેને આગલા સ્તર પર લઈ ગઈ નથી?" આ સાંભળીને અભિષેક બચ્ચને કહ્યું, "ઓહ માય ગોડ! ઈટ્સ ગુડ!"
નિમરત કૌરનું વર્ક ફ્રન્ટ
નિમરત કૌરને 'ધ લંચબોક્સ'થી પોપ્યુલારિટી મળી હતી. આ પછી તે હોમલેન્ડ અને વેવર્ડ પાઈન્સ જેવી ફેમસ અમેરિકન સિરીઝમાં જોવા મળી હતી. નિમરતે એરલિફ્ટ અને દસવી જેવી ફિલ્મો પણ કરી છે.