બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન એક્ટરની ફિલ્મ 'દસવી'ની કો-એક્ટ્રેસ નિમરત કૌર સાથેના અફેરની ચર્ચાઓ થઈ રહી છે.


આ દરમિયાન નિમરત કૌરનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક્ટ્રેસ તેના સંબંધો વિશે વાત કરતી જોવા મળી રહી છે.

નિમરત કૌર પર લગાવવામાં આવી રહ્યો છે આરોપ

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટ્રેસ નિમરત કૌરે તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે નિમરત તેની ફિલ્મ 'દસવી'ના પ્રમોશનમાં વ્યસ્ત હતી, જેમાં તેનો કો-સ્ટાર અભિષેક બચ્ચન હતો. આ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ફેન્સ દ્વારા નિમરત કૌર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન જીવનમાં તિરાડ ઉભી કરી રહી છે.

નિમરતે તેના બોયફ્રેન્ડ વિશે કરી આ વાત

મીડિયા સાથેની વાતચીતમાં નિમરત કૌરે ઈન્ટરનેટ પર તેના એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેણે આ વિષય પર વધુ કહ્યું નહીં. તેણે કહ્યું, 'હું વધુ કહેવા માંગતી નથી કારણ કે તે હવે પરિણીત છે અને તેના બાળકો છે. જો હું કંઈ કહીશ તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે.

તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ વિશે વાત કરતી વખતે, નિમરતે કહ્યું કે તે અભ્યાસમાં ખૂબ જ સારો હતો, શરમાળ હતો અને તેના વાળ ખૂબ જ સુંદર હતા. આના પર અભિષેકે મજાકમાં પૂછ્યું કે શું તે ક્યારેય તેના શિક્ષકને ડેટ કરી છે, જેના પર નિમરતે હસીને કહ્યું કે તે તેનો ક્લાસમેટ છે.

નિમરતે પણ બ્રેકઅપની પણ કરી વાત

જ્યારે નિમરતને તેમના બ્રેકઅપના કારણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સંકેત આપ્યો કે કદાચ તેઓએ સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હશે. તેણે કહ્યું, 'કોણે કહ્યું કે હું નેક્સ્ટ લેવલ પર જવા માંગતી નથી?' આ જવાબ પર, અભિષેકે મજાકમાં કહ્યું, 'ઓહ માય ગોડ, તે સારો જવાબ હતો.'

  • Follow us on: