• રેપર બાદશાહનું નામ ફરી કોઈ મસ્ત મહિલા સાથે ચર્ચામાં
  • આ પહેલા તે દિવાળીની પાર્ટીમાં કોઈ સાથે જોવા મળ્યો
  • છેલ્લા કેટલાક દિવસોમાં એના મસ્ત સોંગ આવ્યા છે

જાણીતી પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરનું ભારતમાં પણ જોરદાર ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં જ અભિનેત્રી બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહ સાથે જોવા મળી હતી. આ ફોટા વાયરલ થયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમની ડેટિંગ વિશે અટકળો લગાવી રહ્યા છે. બોલિવૂડના ફેમસ રેપર બાદશાહ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. દરરોજ, રેપર બાદશાહનું નામ કોઈને કોઈ સુંદર મોડલ સાથે જોડાયેલું રહે છે. હવે આ વખતે બાદશાહનું નામ ફરી એક અભિનેત્રી સાથે જોડાયું છે.

ફોટો અને વીડિયો સામે આવ્યા

હા, સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં તે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે મસ્તી કરતો જોવા મળે છે. હાનિયા આમિરે તેના ઈન્સ્ટા પર તસવીરો શેર કરી છે. બંને કોફીની મજા લેતા જોવા મળે છે. લુકની વાત કરીએ તો બાદશાહ લીલા રંગની ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે હાનિયા વાદળી રંગના ટેન્ક ટોપમાં ક્યૂટ લાગી રહી છે. ફોટો શેર કરતી વખતે હાનિયાએ કેપ્શનમાં લખ્યું - "બાળકો શોપિંગ કરવા ગયા. થોડા સમય પહેલા બાદશાહના ઈન્સ્ટાગ્રામના લાઈવ સેશન દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે, હાનિયા આમિર તેને ખૂબ ગમે છે. એને મળવા માટેની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

ડેટ પર ગયા હોવાની ચર્ચા

હાનિયા આમિર અને બાદશાહ એકસાથે શોપિંગ અને કોફી ડેટ પર ગયા હતા. આ અમે નથી કહી રહ્યા, પરંતુ હાનિયાની તાજેતરની પોસ્ટ છે. અભિનેત્રીએ તારીખ 1 ડિસેમ્બર, 2023 ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાદશાહ સાથે ઘણી બધી તસવીરો શેર કરી હતી. ફોટામાં હાનિયા અને બાદશાહ સાથે કોફી પીતા જોઈ શકાય છે. ફોટો શેર કરતી વખતે હાનિયાએ કેપ્શનમાં લખ્યું, "બાળકો શોપિંગ કરવા ગયા."

  • Follow us on: