ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું શુક્રવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, તીવ્ર મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા ગંભીર હાર્ટ એટેકના પરિણામે કાર્ડિયોજેનિક આંચકાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.અહેવાલોએ વધુ પુષ્ટિ કરી છે કે અભિનેતા થોડા મહિનાઓથી  લિવર સિરોસિસથી પીડાતા હતા, જેણે તેમના સ્વાસ્થ્ય પર અસર કરી હતી.


અભિનેતા મનોજ કુમારના પાર્થિવ દેહને આજે હોસ્પિટલમાં રાખવામાં આવશે. મનોજ કુમારના પુત્રો તેમની સાથે છે પરંતુ પરિવારના કેટલાક નજીકના સભ્યો વિદેશમાં રહે છે. આજે મોડી રાત સુધી વિદેશથી આવેલા સ્વજનો ભારત પરત ફરી રહ્યા છે. મનોજ કુમારની પત્નીની તબિયત પણ ખરાબ છે અને ડોક્ટર તેમના ચેકઅપ માટે ઘરે હાજર છે. દિગ્ગજ અભિનેતાના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્થિત હિન્દુ સ્મશાન ભૂમિમાં 12 વાગ્યે કરવામાં આવશે.

PM મોદીએ આપી શ્રધ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી. PM એ લખ્યું, "મનોજ કુમાર જી, તેઓ ભારતીય સિનેમાના એક આઇકોન હતા, જેમને ખાસ કરીને તેમની દેશભક્તિ માટે યાદ કરવામાં આવે છે, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થાય છે. મનોજજીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રજ્વલિત થઈ અને પેઢીઓને પ્રેરણા મળતી રહેશે. આ દુખદ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”

  • Follow us on: