• રાઘવ-પરિણીતિના લગ્નમાં પ્રિયંકાની ગેરહાજરી
  • છેલ્લી ઘડી સુધી પ્રિયંકા ચોપરાની જોવાઇ રાહ
  • પ્રિયંકા ચોપરાની માતાએ ગેરહાજરી અંગે કર્યો ખુલાસો 

પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરની ધ લીલા પેલેસમાં સંપૂર્ણ ખાનગી રીતે સંપન્ન થયા હતા. જેમાં પરિણીતી અને રાઘવના સગા સબંધી સહિત રાજકારણ અને બોલિવુડની હસ્તીઓ આવી પહોંચી હતી. જો કે આ લગ્નમાં પ્રિયંકા ચોપરા ક્યાંય નજરે ન આવી. બધાને હતુ છે છેલ્લે છેલ્લે પણ પ્રિયંકા હાજરી તો આપશે જ. પરંતુ તેમ ન થયું. જો કે હવે તો લગ્નમાં આવેલા મહેમાન પણ પરત ફરી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ચોપરા કેમ લગ્નમાં ન આવી તેનું કારણ સામે આવ્યું છે.

મધુ ચોપરાએ જણાવ્યું કારણ

24 સપ્ટેમ્બરે થયેલા હાઇપ્રોફાઇલ લગ્નમાં છેલ્લી ક્ષણ સુધી પ્રિયંકાની રાહ જોવાતી હતી. પરિણીતીના લગ્નની સાથે જ પ્રિયંકા ચોપરાના આગમનની પણ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગ્નની છેલ્લી ક્ષણો સુધી એવું લાગતું હતું કે કદાચ તે પોતાની બહેનને આશીર્વાદ આપવા આ લગ્નમાં આવશે, પરંતુ એવું ન થયું. ત્યારે હવે પ્રિયંકાની ગેરહાજરી પાછળ માતા મધુ ચોપરાએ સાચુ કારણ જણાવ્યું છે.

આ કારણોસર પ્રિયંકા રહી ગેરહાજર

પરિણીનિ ચોપરાના લગ્નમાં પ્રિયંકા ચોપરા તો ન આવી શકી પરંતુ માતા મધુ ચોપરાએ હાજરી આપી હતી. તેઓ લગ્નની વિધિ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે પ્રિયંકાની ગેરહાજરી અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે કામમાં વ્યસ્ત હોવાને લીધે લગ્નમાં આવી શકી ન હતી. ત્યારબાદ પૂછ્યુ કે લગ્ન કેવા રહ્યા ? તો મધુ ચોપરાએ જણાવ્યું કે લગ્ન ખૂબ જ સરસ રહ્યા. પરિણીતિ લગ્ન જોડામાં સુંદર લાગી રહી હતી.


દુલ્હા-દુલ્હનનો ચાર્મિંગ લુક

મહત્વનું છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તેમણે 24 સપ્ટેમ્બરે રવિવારે ઉદયપુરમાં ધ લીલી પેલેસ ખાતે લગ્ન બંધનમાં જોડાયા હતા. જો કે આ બિગ ફેટ વેડીંગમાં દુલ્હા-દુલ્હનનો લુક જોવા ફેન્સ આતુર થયા હતા. ફોટામાં પરિણીતી સિલ્વર અને વ્હાઇટ કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે. પરિણીતિએ તેની ઓઢણીમાં ગોલ્ડ વર્કમાં રાઘવનું નામ લખાવેલુ જોવા મળે છે. આ ઉપરાંત પગમાં મહેંદીનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. લગ્નની વિધિ તેમજ વરમાળા સહિતના તમામ ફોટોમાં આ કપલની કેમેસ્ટ્રી ક્યુટ લાગી રહી છે.


  • Follow us on: