- સ્વિમિંગ પુલ પર બનાવ્યો લગ્નનો મંડપ
- પાણીથી ભરેલા પુલમાં લીધા 7 ફેરા
- બોટમાં આવ્યા દુલ્હેરાજા રાઘવ
આખરે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ ઘડી હવે વીતી ગઈ છે. બોલીવુડની ગોર્જિયસ અભિનેત્રી પરિણીતિ ચોપડા હવે શ્રીમતી પરિણીતિ રાઘવ ચઢ્ઢા બની ગઈ છે. બંને હવે પતિ-પત્ની બની ચૂક્યા છે. ત્યારે હવે આ કપલની ખુશીઓ સાતમા આસમાને હશે. 
કપલની આ ડ્રીમ વેડિંગ ઉદયપુરના ધ લીલા પેલેસમાં યોજાઈ હતી. પૂરા આન બાન અને શાનથી ઉદયપુરના રોયલ ઠાઠમાઠની જેમ જ આ વેડિંગ પણ રોયલ રીતે ઉજવાઈ હતી. લગ્ન પછી રાત્રે 9.30 દરમિયાન રિસેપ્શનનું પણ આયોજન કરાયું.
લીલા પેલેસમાં સ્વિમિંગ પુલમાં લગ્નનો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કપલની ફેરા વિધિ યોજાઈ હતી. તેની પહેલા વરમાળ વિધિ પણ યોજાઈ હતી. આ માટે રાઘવ પોતાના જાનૈયાઓ સાથે બોટમાં સવાર થઈને પહોંચ્યો હતો. રાઘવે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી જ્યારે કે પરિણીતિએ પણ તે જ રંગનો લહેંગા પહેર્યો હતો. આ લગ્નમાં અનેક ગણમાન્ય હસ્તીઓ હાજર રહી હતી. આપના કન્વીનર અને દિલ્હી સીએમ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને હરભજનસિંહ પણ હાજર રહ્યા હતા. જાણવા મળ્યું છે તેમ આ લગ્નમાં હાજરી આપવા માટે આદિત્ય ઠાકરે પણ આવી પહોંચ્યા હતા. 
લગ્ન પછી મહારાજા સ્વીટમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરાયું. જેની થીમ બ્લેક એન્ડ વ્હાઈટ રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં કપલે ડાંસ પણ કર્યો હતો. જો કે હવે રાઘવ અને પરિણીતિ 25 સપ્ટેમ્બરે દિલ્હી જવા માટે ઉદયપુરથી રવાના થશે એવી માહિતી સામે આવી હતી.
લગ્ન વિધિ પછી પરિણીતિ એક વિન્ટેજ કારમાંથી મંડપમાંથી રવાના થઈ હતી. આ દરમિયાન દુલ્હે કા સહેરા ગીત વગાડવામાં આવ્યું હતું. જેના પછી યે જવાની હૈ દિવાની ફિલ્મનું કબીરા સોંગ પણ વગાડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ લગ્નમાં સાનિયા મિર્જા અને મનીષ મલ્હોત્રાએ પણ હાજરી નોંધાવી હતી. લગ્નના અને ગ્રાંડ રિસેપ્શનના ફોટા પણ પરી અને રાઘવ પછીથી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કરશે એવું મનાઈ રહ્યું છે.