- દુલ્હન પરિણીતીને લઈ આવ્યો ચઢ્ઢા પરિવાર
- ઉદયપુરમાં જ યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન
- સ્વિમિંગ પુલ પર તૈયાર કરાયો હતો લગ્નનો મંડપ
લગ્નમાં સફેદ શેરવાની અને શિમરી લહેંગામાં રાઘવ -પરિણીતીની જોડી કમાલ લાગી રહી હતી. અનેક દિવસોથી જે દિવસની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હતી તે દિવસ પણ આજે જાણે કે ખતમ થવાના આરે છે. લગ્નની પૂજા શરૂ થઈ ગઈ છે. રાઘવ -પરિણીતીએ લગ્નના સાત વચન લઈ લીધા છે અને હવે સાંજે હોટલ ધ લીલા પેલેસમાં જ મહેમાનો માટે રિસેપ્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બોટમાં જાન લઈને ગયા હતા રાઘવ
રાઘવ ચઢ્ઢા તેમના પરિવાર સાથે અને બેન્ડ બાજા સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં દુલ્હન પરિણીતીને લેવા પહોંચી ગયા હતા. ઉદયપુરની સુંદરતાએ કપલના લગ્નમાં ચારચાંદ લગાવી દીધા હતા. 2 દિવસના આ કાર્યક્રમ માટે કપલે અનેક પ્રકારની તૈયારીઓ પહેલાથી જ કરી લીધી હતી. એક્ટ્રેસની આંખમાં આંસુ સાથે ખુશી છલકાઈ રહી હતી. પરિવારની આંખમાં પણ આંસુ હતા.

લગ્નમાં આ ગીતો વગાડાયા
પરિણીતી-રાઘવના લગ્નનું પ્લેલિસ્ટ બહાર આવ્યું છે. જેમાં પંજાબી ગીતો સાથે કેટલાક રસપ્રદ ગીતોનું ફ્યુઝન તૈયાર કરવામાં આવ્યું હતું. ગીતોમાં, 'બ્લફમાસ્ટરના ગીતો સેના સેના, તેનુ લેકે જાના અપને નાલ, મસ્ત કલંદર, મૌજા હી મૌજા, કાલા ચશ્મા અને બલે બલે ની સોનિયા દે રંગ દેખ લો વગાડવામાં આવ્યા હતા.
પરિણીતીને એક વ્યક્તિના ન આવવાનો અફસોસ
જ્યારથી રાઘવ -પરિણીતીની સગાઈ થઈ હતી ત્યારે પરિણીતીની મીમી એટલે કે પ્રિયંકા ચોપરા સતત તેની સાથે હતી અને તમામ વ્યવસ્થાઓ માટે પણ તૈયારીઓમાં સતત સાથ આપી રહી હતી. પરંતુ આજે લગ્નના અવસરે બહેન પ્રિયંકા ચોપરા, જીજા નિક જોનાસ અને ભત્રીજી માલતી ન હોવાના કારણે પરિણીતીને અફસોસ રહ્યો હતો.