સલમાન ખાનના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેંગએ લીધી છે. અને બિશ્નોઇ ગેંગના લિસ્ટમાં તો સલમાનખાન સૌથી ટોપ પર છે. આ મામલે અત્યારે સલમાન ખાન પણ એટલો જ ચર્ચામાં છે. સલમાન ખાનની સુરક્ષામાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખીને સલમાન ખાનનુ ઘર અને ફાર્મ હાઉસ પર ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેવામાં બોલિવૂડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ સલમાન ખાનને એક સલાહ આપી છે.
સલમાન ખાનને આપી દીધી સલાહ













