- રણબીર કપૂરની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર કરી ધમાલ
- 8 દિવસમાં ફિલ્મે ભારતમાં 361 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો
- ટૂંક સમયમાં ફિલ્મ વિશ્વભરમાં રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી શકે
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' છેલ્લા 8 દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને 8 દિવસમાં ફિલ્મે ભારતમાં 361 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં એનિમલે 563 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. જો ફિલ્મ બોક્સ ઓફિસ પર આ જ ગતિએ ચાલતી રહી તો તે ટૂંક સમયમાં વિશ્વભરમાં રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી શકે છે.
રણબીર કપૂરની ફિલ્મનો ધમાકો
વિકી કૌશલની 'સામ બહાદુર' સાથે 'એનિમલ' 1 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોની વાર્તાઓ એકબીજાથી સાવ અલગ છે. દર્શકો પણ વિકી કૌશલની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે પરંતુ બોક્સ ઓફિસ પર તે ફિલ્મનું કલેક્શન એનિમલની સરખામણીમાં ઘણું ઓછું છે. એનિમલે પહેલા જ દિવસે 63.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જે ઓપનિંગ ડે માટે ખૂબ વધારે છે. આ ફિલ્મ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે. આ સિવાય બોબી દેઓલને પણ આ ફિલ્મ માટે ઘણો પ્રેમ મળી રહ્યો છે.
ફિલ્મનું બીજા દિવસે 66.27 કરોડનું કલેક્શન હતું. જે પહેલા દિવસ કરતા થોડો વધારે છે. ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. ફિલ્મે 7.83%ની વૃદ્ધિ સાથે 71.46 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ચોથા દિવસે ફિલ્મના કલેક્શનમાં 38.48%નો ઘટાડો જોવા મળ્યો અને કુલ કલેક્શન 43.96 કરોડ રૂપિયા રહ્યું હતું.
ફિલ્મનું કુલ કલેક્શન 361.80 કરોડ રૂપિયા પર પહોંચ્યું
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં પાંચમા દિવસે વધુ 14%નો ઘટાડો થયો અને દિવસના અંતે રૂ. 37.47 કરોડની કમાણી થઈ હતી. ત્યાર બાદ ફિલ્મે છઠ્ઠા દિવસે 30.39 કરોડ રૂપિયા, સાતમા દિવસે 24.23 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને શરૂઆતના આંકડાઓ અનુસાર, ફિલ્મે આઠમા દિવસે 23.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. ફિલ્મનું કુલ કલેક્શન 361.80 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
સંદીપ વાંગા રેડ્ડીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, તૃપ્તિ ડિમરી, પ્રેમ ચોપરા વગેરે પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.