સીબીઆઈએ કન્નડ અભિનેત્રી રાન્યા રાવ સાથે સંકળાયેલા સોનાની દાણચોરીના કેસમાં દાખલ કરાયેલી એફઆઈઆરમાં 'આરોપી' કોલમ ખાલી છોડી દીધી હતી. જેના કારણે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. આરોપી કોલમ ખાલી રાખ્યા બાદ આને સીબીઆઈનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે. સીબીઆઈના આ નિર્ણયથી એજન્સીને કોઈપણ વ્યક્તિને સમન્સ પાઠવવાની સત્તા મળે છે.


EDએ નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈને રેકેટમાં કોઈ સિન્ડિકેટની સંડોવણીની શંકા હોવાથી ડીઆરઆઈએ સોનાની દાણચોરીના અનેક કેસ નોંધ્યા છે. જેમાં બે મહત્વપૂર્ણ ધરપકડોનો સમાવેશ થાય છે. જે દુબઈ અને ભારત વચ્ચે સંગઠિત નેટવર્ક તરફ નિર્દેશ કરે છે. આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ દિલ્હીમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો અને ગુરુવારે બેંગલુરુમાં રાન્યાના લવેલ રોડ ફ્લેટ સહિત પાંચ અન્ય સ્થળોએ દરોડા પાડ્યા. બેંગલુરુના અધિકારીઓની મદદથી, ED અધિકારીઓએ રાન્યાના પતિ સાથે જોડાયેલી અદુગોડી, ઇન્દિરાનગર અને કોરમંગલામાં આવેલી ઓફિસો પર પણ દરોડા પાડ્યા. દિવસભર ચાલેલા દરોડા દરમિયાન ઘણા દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શું હતો સમગ્ર મામલો છે?

6 માર્ચે, મુંબઈ એરપોર્ટ પર બે વિદેશી નાગરિકોની 19 કરોડ રૂપિયાના 21.2 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પછી, રાન્યા રાવ બેંગલુરુમાં 14.2 કિલો સોનાની દાણચોરી કરતા પકડાઈ ગઈ હતી. તેના ઘરની તપાસ કરતાં વધુ વસ્તુઓ મળી આવી હતી. આ કામગીરીનું પ્રમાણ એક એવા નેટવર્ક તરફ ઈશારો કરે છે જેમાં વિદેશી નાગરિકો અને સંભવતઃ ઘણા ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓનો સમાવેશ થઈ શકે છે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 7 અને 12 હેઠળ સીબીઆઈ તપાસે દાવ લગાવી દીધો છે. આ કેસ સરકારી વર્તુળોમાં ઊંડા મૂળિયાવાળા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી શકે છે.  

  • Follow us on: