દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ બાદ હવે તેનો ભાઇ પણ રડાર પર છે. સોનાની દાણ ચોરી મામલે જેલમાં ધકેલવામાં આવેલી રાન્યા રાવના નિવાસસ્થાને છાપેમારી શરુ કરાઇ છે. આ મામલામાં હવે સીબીઆઇએ એન્ટ્રી લેતા મામલો વધુ ગંભીર બન્યો છે. સોનાની દાણચોરી બાદ બિટકોઇનનું પણ પગેરુ મળવાની શક્યતા છે. સોનાની દાણચોરી અને બિટકોઇન વચ્ચે શું સંબંધ છે તે મામલે તપાસ વધુ તેજ કરાઇ છે.


સીબીઆઇની એન્ટ્રી બાદ નવા નવા ખુલાસા

કન્નડ અભિનેત્રી રાન્યા રાવ સાથે જોડાયેલા સોનાના દાણચોરી મામલે રોજ નવા નવા ખુલાસા જોવા મળે છે. આ કેસમાં સીબીઆઇની એન્ટ્રી થતાં કેસ વધુ ગંભીર બન્યો છે. રાન્યાના બેંગ્લુરુ સ્થિત તેમના નિવાસસ્થાને ફ્લેટ પર છાપેમારી કરવામાં આવી હતી. રાન્યા રાવ હાલ જેલમાં છે. સોનાના દાણચોરીમાં કરોડો રૂપિયાની લેન-દેન કરવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચની સ્પેશિયલ ટીમ બિટકોઇન મામલે પણ તપાસ કરી રહી છે.

બિટકોઇન મામલે શું કનેક્શન ?

બિટકોઇન કૌભાંડ પર ધ્યાન ત્યારે ગયુ જ્યારે સરકારે સ્પષ્ટ કર્યુ કે, તેમના તુમકુર જિલ્લાના રાન્ય રાવની કંપની ક્ષીરોદા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને 12 એકડ ઔદ્યોગિક ભૂમિ નથી સોંપાઇ. અને આ કંપનીમાં રાન્યા રાવનો ભાઇ રુશભ નિર્દેશક છે. આ ઉપરાંત દુબઇથી ગેરકાયદે લાવવામાં આવેલા સોના મામલે કેવી રીતે ચુકવણી કરાઇ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અને ક્રિપ્ટો કરન્સીની ભૂમિકા છે કે નહીં તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન થયા છે.

રાન્યાનો ભાઈ બિટકોઈન કૌભાંડના માસ્ટરમાઇન્ડ સાથે જોડાયેલો ?

રાન્યા રાવનો ભાઈ ઋષભ બિટકોઈન કૌભાંડના માસ્ટરમાઇન્ડ શ્રીકૃષ્ણ ઉર્ફે શ્રીકી સાથે કથિત રીતે જોડાયેલા હોવાના કારણે SITના રડાર પર આવ્યો હતો. SIT એ અત્યાર સુધીમાં રાન્યાની બે વાર પૂછપરછ કરી છે. આ કેસમાં રૂષભની છેલ્લી પૂછપરછ જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. SIT સમક્ષ આપેલા પોતાના નિવેદનમાં, ઋષભે દાવો કર્યો હતો કે તે એક કોમન ફ્રેન્ડ એમ હકીબ દ્વારા આંતરરાષ્ટ્રીય હેકર શ્રીકીના સંપર્કમાં આવ્યો હતો. SIT એ 2018 માં ઋષભને લક્ઝરી સ્પોર્ટ્સ કારની ખરીદી અને તેના માટેના ભંડોળના સ્ત્રોત વિશે માહિતી આપવા માટે સમન્સ પાઠવ્યું હતું. ઋષભે કહ્યું હતું કે હું એક કાર શોરૂમમાં ઇન્ટર્ન હતો. હું હકીબ દ્વારા શ્રીકીને મળ્યો. એક દિવસ, શ્રીકી શોરૂમમાં આવ્યો અને કાર જોયા પછી, તેને ખરીદવાનું નક્કી કર્યું. આ સિવાય, મને કંઈ ખબર નથી. SIT સૂત્રોએ જણાવ્યું હતું કે રૂષભને ફરીથી સમન્સ પાઠવવામાં આવશે પરંતુ તેમને હજુ સુધી સોનાની દાણચોરી કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તરફથી માહિતી માટે કોઈ વિનંતી મળી નથી.

  • Follow us on: