રોલ્સ રોયસની દિવાનગી અને ભોપાલ શહેરને બનાવવુ હતુ યુરોની રેપલિકા, કોની હતી આ મનંશા? અને બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે છે ખાસ સંબંધ, ભોપાલના નવાબ બેગમ સુલ્તાન જહાં પોતાના શોખ માટે જાણીતા હતા. તેઓને મોંઘી કાર, વૈભવી જીવન અને હરવા-ફરવાનો ખૂબ શોખ હતો. તેઓ ભોપાલને યુરોપ બનાવવા માંગતા હતા. નવાબ બેગમ સુલ્તાન જહાં પાસે 3 રોલ્સ રોયસ પણ હતી.
નવાબ બેગમ સુલ્તાન જહાં
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સારવાર બાદ હૉસ્પિટલમાંથી પોતાના નિવાસસ્થાને પર ફર્યા છે. લીલાવતી હૉસ્પિટલમાં સર્જરી કર્યા બાદ તેઓ હવે રિકવર થઇ રહ્યા છે. સૈફ અલી ખાન શાહી પરિવારમાંથી આવે છે. અને સાથે જ ક્રિકેટ સાથે પણ તેમનો જુનો સંબંધ છે. પટૌડી શાહી પરિવારના વારિસ સૈફ અલી ખાન છે. સૈફનો પરિવાર મધ્યપ્રદેશના નવાબ સાથે પણ જોડાયેલો છે. ભોપાલના પૂર્વ શાસકમાં એક નામ જે ઇતિહાસમાં ખોવાઇ ગયુ છે. તે નામ છે નવાબ બેગમ સુલ્તાન જહાં. ભોપાલના તેઓ અંતિમ મહિલા નવાબ હતા. નવાબ બેગમ સુલ્તાન જહાં ભોપાલની દશા-દિશા બદલીને યુરોપ બનાવવા માંગતા હતા. અને અમુક હદ સુધી તેઓ આ કાર્યમાં સફળ પણ રહ્યા હતા.
30 વર્ષ સુધી કર્યુ શાસન
સરકાર અમ્માન કે જેઓને બાદમાં નવાબ બેગમ સુલ્તાન જહાંના નામે ઓળખ મળી હતી. તેઓનો જન્મ 9 જુલાઇ 1858ના રોજ ભોપાલમાં થયો હતો. નવાબ બેગમ સુલ્તાન શાહજહાં અને તેમના પતિ બાકી મોહમ્મદ ખાન બહાદુર તેમના માત-પિતા હતા. ભોપાલના નવાબની એક માત્ર જીવિત સંતાન હતા. તેઓને ભોપાલના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરાયા હતા. વર્ષ 1901માં પોતાની માતાના નિધન બાદ સુલ્તાન જહાં ભોપાલની સત્તા પર બેઠા હતા. બેગમ સુલ્તાન જહાંનું વર્ષ 1930માં મૃત્યુ થયુ હતુ. 30 વર્ષ સુધી તેઓએ ભોપાલ પર રાજ કર્યુ હતુ.
રોલ્સ રોયસ કારોની હતી દિવાનગી
બેગમ સુલ્તાન જહાંને વૈભવી કારનો ખૂબ શોખ હતો. શાસનકાળ દરમિયાન તેમની પાસે 3 મોંઘી કાર હતી. એ સમયમાં આવી મશીનો ખૂબ દુર્લભ હતી. તેમની પાસે 3 રોલ્સ રોયસ કાર હતી. આ શોખ બેગમની શાહી જીવનશૈલી દર્શાવે છે. પોતાના શોખ પૂર્ણ કરવાની સાથે તેઓ શિક્ષણને પણ વધુ મહત્વ આપતા હતા. સમાજને શિક્ષિત કરવા માટે તેઓેએ તમામ પ્રયાસો કર્યા હતા.
નવાબ બેગમનો સૈફ અલી ખાન સાથે સંબંધ
નવાબ બેગમ સુલ્તાન સૈફ અલી ખાનની પરનાની હતા. બેગમના એકમાત્ર સંતાન અને ઉત્તરાધિકારી હમીદુલ્લાહ ખાનની પુત્રી સાજિદા સુલ્તાનના લગ્ન પટૌડીના નવાબ ઇફ્તિખાર અલી ખાન સાથે થયા હતા. જેઓ સૈફના દાદા અને મંસૂર અલી ખાન પટૌડીને પિતા હતા. બાદમાં મંસૂર અલી ખાનના લગ્ન અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે થયા હતા.
એએમયુના પ્રથમ ચાંસલેર
બેગમ સુલ્તાન જહાંને 1920માં એએમયુની સ્થાપના સમયે પ્રથમ ચાંસલેર બનાવાયા હતા. બેગમના મૃત્યુ બાદ તેમના પુત્ર હમીદુલ્લાહ ખાને સત્તા સંભાળી હતી.