- જયંતિલાલ પટેલ સામે નોંધાવી હતી ફરિયાદ
- માતાને બદનામ કરવાને લઈને કરી FIR
- અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા માટે કરાઈ ફરિયાદ
વર્ષોથી સલમાન ખાનની સાથે પડછાયાની જેમ રહેનારા તેના બોડીગાર્ડ શેરાએ એફઆઈઆર નોંધાવી છે. શેરાએ આ ફરિયાદ સોસાયટીના એક સભ્યની સામે કરાવી છે. મળતી માહિતી અનુસાર શેરાએ આ એફઆઈઆર સોસાયટીના સભ્ય જયંતિલાલ પટેલની સામે છે. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે તે તેમની માતાને બદનામ કરી રહ્યા છે અને તેમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.
જાણો શું છે કેસ
શેરા પરિવારની સાથે મુંબઈમાં મનીષ નગરમાં રહે છે. લગભગ 50 વર્ષથી તેમની માતા આ સોસાયટીની અધ્યક્ષ સ્થાને હતી અને જયંતિલાલ તેમની સાથે કામ કરતા. બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલચાલ થઈ અને આ વાત વધી. શેરાએ કહ્યું કેહું અનેક વર્ષોથી આશિષ ઓપરેટિવ સોસાયટીમાં રહું છું અને મારા પેરન્ટ્સ તેમના દીકરા સાથે રહી રહ્યા છે. હું કેટલાક સમયથી ઓશીવારામાં રહું છું. 2016માં બિલ્ડિંગ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને તેને માટે 60 લાખનું બજેટ હતું પણ તે ઓછું પડ્યું અને પછી 2021માં મારી માતાએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
માતાથી નારાજ છે જયંતિલાલઃ શેરા
શેરાએ કહ્યું કે જ્યારથી જયંતિલાલ મારી માતાથી ગુસ્સે થયા છે ત્યારથી તેમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. મારા પિતાની સામે સહકારી આવાસ સોસાયટીની વાર્ષિક સામાન્ય બેઠકમાં અશ્લીલ શબ્દો વાપર્યા હતા. જયંતિલાલ ગાળો બોલી રહ્યા હતા. આ પછી શેરાએ જયંતિલાલની સામે પોલિસ સ્ટેશનમાં કલમ 509 અને 500ના આધારે ફરિયાદ નોંધાવી હતી.
15 લાખ લે છે શેરા
ઉલ્લેખનીય છે કે શેરા સલમાન ખાન પાસેથી મહિનાના 15 લાખ રૂપિયા લે છે. આ રીતે તેમની વાર્ષિક આવક 2 કરોડ રૂપિયા છે. શેરા સલમાન ખાનની નજીક છે અને સલમાન પણ તેમને ફેમિલિ મેમ્બરની જેમ ટ્રીટ કરે છે.