• સિંગલ સલમાનનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • વેલેન્ટાઈન ડેની સાથે મારે શું લેવા દેવા: દબંગ
  • ખાન કરી રહ્યા છે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની તૈયારી

બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર લાખો યુવતીઓ ફિદા રહે છે. સલમાન ખાનનું નામ બોલિવૂડના ટોપ એક્ટ્રેસની સાથે જોડાયેલું છે. ઐશ્વર્યા રાયથી લઈને કેટરીના કેફ સુધીની એક્ટ્રેસની સાથે સલમાનના સંબંધો જોવા મળ્યા છે. આમ છતાં દબંગ ખાન આજે પણ કુંવારા છે. અનેકવાર સલમાનને પ્રશ્ન કરાયા છે કે તે લગ્ન ક્યારે કરશે. ફેન્સ આજે પણ સલમાન ખાનના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

વીડિયો થયો વાયરલ

હવે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે તેની તો ખબર નથી પણ હા તેમનો વેલેન્ટાઈન ડે મનાવવાનો પ્લાન જાણવા મળ્યો છે. હાલમાં સિંગલ રહેનારા સલમાન ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે પોતાના નવા પ્લાનને વિશે જણાવી રહ્યા છે. આ સમયે દબંગને સવાલ કરાયો કે વેલેન્ટાઈન ડેના દિવસે તમારો શું ખાસ પ્લાન છે.

જાણો સલમાન ખાનનો જવાબ

વેલેન્ટાઈનના પ્લાનને લઈને સલમાને સ્માઈલ સાથે કહ્યું વેલેન્ટાઈન ડેની સાથે મારે શું લેવા દેવા. કે પછી મારે જ વેલેન્ટાઈન્સ ડે સાથે લેવું દેવું છે. સલમાન ખાને તમામને વેલેન્ટાઈન્સ ડેના અભિનંદન આપ્યા. કહ્યું, તમને સૌને વેલેન્ટાઈન્સ ડેની હાર્દિક શુભકામનાઓ, ભગવાન ભલું કરે, સુરક્ષિત રહો. આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દબંગ ખાન એક્સ ગર્લફ્રેન્ડની સાથેના સીન્સ પણ છે. જેની પર નેટિજન્સ અનેક કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે રુલાઓગે ક્યા ભાઈ..તો અન્ય એક યૂઝરે લખ્યું કે સુરક્ષિત રહો, લાગે છે સલમાન ભાઈએ બજરંગદળ જોઈન કર્યું છે.

https://www.instagram.com/p/CoguMuVoIKv/ 

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હાલમાં અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું એક ગીત પણ સોશિયલ મીડિયા પર રીલિઝ કરાયું છે. નૈયો લગદા ગીતમાં સલમાન લાંબા વાળમાં જોવા મળી રહ્યા છે. સલમાનના આ ગીતમાં પૂજા હેગડે ડાન્સ કરી રહી છે. 

  • Follow us on: