• સલમાને આપ્યો એક મસ્ત ઈન્ટરવ્યૂ

  • અંગત જીવન અંગે કરી મોટી વાત
  • કેટરિના કૈફના કર્યા જોરદાર વખાણ

સલમાન ખાને પોતાની ફિલ્મ કરિયરમાં 3 દાયકા પૂરા કરી લીધા છે. આ ત્રણ દાયકાની જર્નીમાં એના કરિયરમાં ઘણા ઊતારચડાવ આવ્યા છે. ક્યારેક વિવાદમાં તો ક્યારેક અફેરમાં એનું નામ ચર્ચામાં રહ્યું છે. પણ કમાણીના મામલે ભાઈજાનની ફિલ્મો બોક્સઓફિસ છલકાવી દે છે. થોડા સમય સુધી એની ફિલ્મો સિનેમાહોલમાં રહે છે પછી ઊતરી જાય છે. પણ જ્યાં સુધી ફિલ્મો રહે છે ત્યાં સુધી એક ડિસ્ટ્રબ્યુટરથી લઈને ફિલ્મની ટીમ સુધી તમામને છપ્પરફાડ પૈસા આપી જાય છે.

એ મારા માટે સફળતા હતી જ નહીં

તાજેતરમાં સલમાન ખાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના અંગતજીવન અંગે દિલ ખોલીને વાત કરી હતી. ફિલ્મનું શુટિંગ હોય કે ઈવેન્ટ સવારે ઊઠીને તેઓ કુદરતને થેંક્યું કહેવાનું ક્યારેય ભૂલતો નથી. સલમાને કહ્યું હતું કે, જે ઊતારચડાવની તમે વાત કરો છો એ શરૂઆતના સમયમાં મારા માટે સફળતા હતી જ નહીં. મેં ખૂબ મહેનત કરી છે પણ પછી હું પોપ્યુલર થાવ કે સફળ ન થાવ તેમ છતા હું ખુશ રહુ છું કે મેં કામ કર્યું છે. એવા ઘણા લોકો છે જે ગુડ લુકિંગ છે, વધારે પડતા હાર્ડવર્કિંગ છે. જે પોતાના ગોલ બાજુ આગળ વધતા રહે છે. પણ કેટલાક એવા પણ છે જેઓ દેખાવે સારા પણ સફળ થઈ શકતા નથી. જે લો પોઈન્ટ તમે દેખાડી રહ્યા છો એ દુનિયાના કેટલાક લોકો માટે હાર્ડ પોઈન્ટ છે. કદાચ 99.9 ટકા લોકો માટે. આ બધી સફળતા જોઈને.


મારા કરતા કેટરિના વધારે હાર્ડવર્કિંગ છે

મને એવું લાગે છે કે, બઘુ સારૂ ચાલી રહ્યું છે. હું તો નસીબદાર રહ્યો છું. હું દરરોજ સવારે ઊઠીને પહેલા તો કોફી પીવ છું. પછી ભગવાનને થેંક્યું કહુ છું એટલા માટે કારણ કે, તેમણે મને એક નવો દિવસ આપ્યો. જીવવા માટે...હું કોઈ એટલો હાર્ડવર્કિંગ પર્સન નથી પણ મારા કરતા પણ વધારે કેટરિના મહેનત કરી રહી છે. ટાઈગર ફિલ્મને જે સફળતા મળી છે એનો સંપૂર્ણ શ્રેય કેટરિનાને જાય છે. હું એ જગ્યા ડિર્ઝવ નથી કરી શકતો. સલમાને ટાઈગર 3ની સફળતાનું સારૂ એવું સેલિબ્રેશન કર્યું હતું. હવે તેની પાસે બેથી ત્રણ મોટા પ્રોજેક્ટ છે. જોવાનું એ રહે છે આ ફિલ્મો પર કેવું કામ થઈ રહ્યું છે અને કઈ નવી ફિલ્મ ભાઈજાનની જોવા મળશે.

  • Follow us on: