- ભાઈજાન પસંદ કરી રહ્યા છે ટાઈગર 3ની સક્સેસ
- બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે ટાઈગર 3
- મેં મારા આપબળે કોઈ મહાન કામ કર્યું નથીઃ સલમાન ખાન
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ટાઈગર 3ની સક્સેસને એન્જોય કરી રહ્યા છે. દિવાળીએ રીલિઝ થયેલી ટાઈગર 3 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની સફળતાથી ટીમ ખુશ છે.
સલમાન ખાનને પસંદ નથી સુપરસ્ટાર કહેવડાવું
હવે ફિલ્મની સક્સેસ બાદ પહેલી વાર સલમાન ખાને પોતાની ફિલ્મની ચર્ચા કરી છે. હાલમાં સલમાન ખાને એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી છે. તેઓએ ફિલ્મની સક્સેસને લઈને વાત કરી અને કહ્યું કે તેને સુપરસ્ટાર કહેવામાં આવે તે પસંદ નથી.
કારણ જણાવીને ભાઈજાને જીત્યું ફેન્સનું દિલ
સલમાન ખાન કહે છે કે મને પસંદ નથી કે કોઈ મને સુપરસ્ટાર કે મેગાસ્ટાર કહીને બોલાવે, મને આ બધાથી કોઈ ફરક પડતો નથી. હું તો બસ મારું કામ કરું છું અને લોકો તેને પસંદ કરે છે. મારા માટે આ પૂરતું છે. હું સુપરસ્ટાર ટેગને લાયક નથી. મેં મારા દમ પર કોઈ ખાસ કે મહાન કામ કર્યું નથી. મારું નામ સલમાન ખાન છે. કોઈ મને સલ્લુ બોલાવે છે તો કોઈ ભાઈ કહે છે. હું નામથી ખુશ છું. પણ સુપરસ્ટાર અને મેગાસ્ટાર જેવા નામ મને બાલિશ લાગે છે.
મીડિયાને પણ કરી રીકવેસ્ટ
તેઓએ કહ્યું કે હું તમને રીકવેસ્ટ કરું છું કે મને મારા નામથી બોલાવો. હું પોતે એ વાત પર ભરોસો નથી કરતો કે હું એક સુપરસ્ટાર છું. જ્યારે કોી એવા નામથી બોલાવે છે તો પ્રેશર વધે છે. હું મારું બેસ્ટ આપવાની કોશિશ કરું છું અને હું સફળ પણ રહ્યો છું કેમકે મારી ફિલ્મો પોતાનું બજેટ કાઢી લે છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ટાઈગર 3એ 259 કરોડ અને વર્લ્ડવાઈડમાં 400 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે.