- 7 મહિનાના ફેને જીત્યું સૌ કોઈનું દિલ
- સલમાનના ટ્રેડમાર્ક સ્કાર્ફની સાથે બ્રેસલેટ પણ બન્યું આકર્ષણ
- સલમાન ખાનની ટીમના ખાસ વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે આ બાળક
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી હતી. ફિલ્મ જલ્દી 300 કરોડના ક્લબમાં એન્ટ્રી કરવાની છે. સલમાન ખાનના ફેન્સની વચ્ચે ફિલ્મને લઈને ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેની પર નેટિઝન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.
સલમાન ખાનના નાના ફેને જીત્યું સૌનું દિલ
આ વીડિયો સુપરસ્ટાર સલમાન ખાનના સૌથી નાના ફેનનો છે. તે ફક્ત 7 મહિનાનો છે. આ વીડિયોમાં સલમાનનો આ ફેન તેમની જેમ તેમના ટ્રેડમાર્ક સ્કાર્ફને પહેરેલો જોવા મળે છે તો સાથે જ હાથમાં તેમના જેવું લકી બ્રેસલેટ પણ પહેર્યું છે. વીડિયોમાં તેનો લૂક સૌ કોઈનું દિલ જીતી રહ્યો છે.
સ્કાર્ફ પહેરીને સોશિયલ મીડિયા પર છવાયો છોટા ટાઈગર
તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનો બાળક ક્યાંક ને ક્યાંક સલમાન ખાન સાથે કનેક્ટેડ છે. આ ક્યૂટ બેબી અન્ય કોઈનો નહીં પણ વેટેરન મેકઅપ આર્ટિસ્ટ રાજૂ ભાઈનો પૌત્ર છે, જે છેલ્લા 3 દશકાથી સલમાન ખાનની ટીમનો અભિન્ન હિસ્સો છે.
યૂઝર્સ કરી રહ્યા છે કમેન્ટ્સ
વીડિયો પર એક યૂઝરે લખ્યું કે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને બાળકની સ્માઈલ તમામને હસાવી રહી છે...ક્યૂટ. તો અન્ય યૂઝરે લખ્યું કે આ સુંદર બાળક આજે ટાઈગર 3 જોવા માટે સલમાન ખાન બન્યો છે...સો ક્યૂટ.